તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહપ્રભારીએ કોર્પોરેટરોનો મત જાણ્યો:મ્યુનિ. વિપક્ષી નેતા નક્કી કરવા કોંગ્રેસની ક્વાયત, રાજશ્રી કેસરી, કમળા ચાવડા, ઈકબાલ શેખનું નામ ચર્ચામાં

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

મ્યુનિ. વિપક્ષ નેતા નક્કી કરવા માટે આખરે 3 મહિના બાદ કોંગ્રેસ દ્વારા ક્વાયત હાથ ધરવામાં આવી છે. જેમાં ગુજરાત કોંગ્રેસના સહ પ્રભારી બિશ્વરંજન મોહંતી દ્વારા લગભગ તમામ કોંગ્રેસના કોર્પોરેટરને ફોન દ્વારા નેતા કોણ હોવો જોઇએ તેવી પૃચ્છા કરી હતી.

નેતાપદ માટે 3 વિકલ્પોમાં વિવાદ ચાલી રહ્યો છે. જેમાં દલિત સમાજમાંથી પસંદગીમાં રાજશ્રીબેન કેસરી, કમળાબેન 5 ટર્મથી ચૂંટાતા હોવાથી તેમજ અગાઉ 6 મહિના માટે વિપક્ષ નેતાનો ચાર્જ સંભાળી ચૂક્યા હોવાથી તેઓ પણ દાવેદાર મનાય છે. મુસ્લિમ સમાજમાંથી 5 ટર્મથી ચૂંટાતા અને અધિકારીઓ સાથે સારા વ્યવહાર માટે જાણીતા ઇકબાલ શેખ પણ મજબૂત દાવેદાર છે. સામે જો બંને પક્ષોની દાવેદારીને સાઇડમાં કરી જો અન્ય જ્ઞાતિમાં અથવા તો યુવાન ઉમેદવાર પસંદ કરવાનો હોય તો તે માટે નીરવ બક્ષી પણ તેના માટે દાવેદાર ગણાય છે.

જોકે દિલ્હીથી આજે તમામ કોંગ્રેસના કોર્પોરેટરને ફોન કરી તેમના સિવાય તેઓ કોને વિપક્ષના નેતા તરીકે જોવા ઇચ્છો છો તેવો અઘરો પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો હતો. જેનો તમામે કદાચ પ્રામાણિક કહી શકાય તેવો જવાબ આપ્યો હોવાનો દાવો કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...