ભાસ્કર વિશેષ:મુંબઈ, દિલ્હી, ઉત્તર ભારતની ટ્રેનો ફૂલ, ફ્લાઈટનું ભાડું બમણું થઈ 6 હજારથી 11 હજાર સુધી પહોંચ્યું

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદથી ઉપડતી મોટાભાગની ટ્રેનોમાં વેઈટિંગ 2 હજારને પાર થયું

વેકેશન શરૂ થવાની સાથે અમદાવાદથી ઉપડતી લગભગ તમામ ટ્રેનો હાઉસફુલ થઈ ગઈ છે. ટ્રેનોમાં સેકન્ડ સીટિંગ, સ્લીપર, થર્ડ એસી અને સેકન્ડ એસી કોચમાં કુલ વેઈટિંગ 800ને પાર પહોંચી ગયું છે. તેની સાથે જ ટ્રેનોમાં હજી સુધી જનરલ સીટિંગ કોચની સુવિધા શરૂ ન થતાં મુસાફરી કરવાની સમસ્યા થઈ રહી છે. ત્યારે હવે લોકો ફ્લાઈટ તેમજ બસ તરફ વળ્યા છે. જેના કારણે અમદાવાદથી ઉપડતી ફ્લાઈટોના ભાડાં પણ વધીને ડબલથી વધુ થઈ ગયા છે.

અમદાવાદથી વારાણસીનું ફ્લાઈટનું રેગ્યુલર 4500થી 5 હજાર હતું હાલ 9થી 10 હજાર, દિલ્હી 3500નું ભાડું 11 હજાર, મુંબઈનું ભાડું 3 હજારના બદલે 7 હજારે પહોંચી ગયું છે. આ સિવાય અમદાવાદથી લાંબા અંતરની બસોના ભાડાં પણ ડબલથી વધુ થયા છે.

અમદાવાદથી ઉપડી વારાણસી, પટના, હાવડા (કોલકાતા) તરફ જતી લગભગ તમામ ટ્રેનોમાં વેઈટિંગ 800થી વધુ થઈ ગયું છે. દિલ્હી, મુંબઈ, ચેન્નઈ તરફ જતી ટ્રેનમાં પણ વેઈટિંગ 600ને પાર પહોંચી ગયું છે. આ રૂટ પર રેલવે દ્વારા હજુ પણ વધારાની સ્પેશિયલ બેથી ત્રણ ટ્રેનો દોડાવાય તો તે પણ ફુલ થઈ જાય તેવી સ્થિતિ છે.

હાલ દોડતી ટ્રેનોમાં વેઈટિંગ વધુ હોવાની સાથે જનરલ ટિકિટ પણ ન મળવા છતાં મોટી સંખ્યામાં પેસેન્જરો દરરોજ ટિકિટ વગર સ્ટેશને પહોંચી જાય છે અને ટીટીઈ પાસે પેનલ્ટી સાથે ટિકિટ બનાવડાવી ટ્રેનમાં બેસી મુસાફરી કરે છે.

મુંબઈનું વિમાન ભાડું 7 હજાર થઈ ગયું
અમદાવાદથી ટુરિસ્ટ સ્થળોએ જતાં લોકોની સંખ્યા વધવાની સાથે ડિમાન્ડ વધતા આ ફ્લાઈટોના ભાડા પણ વધી ગયા છે. જેમાં અમદાવાદથી મુંબઈ, દિલ્હી, વારાણસી, કોલકાતા, ચેન્નઈ સહિત અન્ય શહેરોના રેગ્યુલર ભાડામાં વધારો થયો છે.

શહેરરેગ્યુલર ભાડુંવધેલું ભાડું
મુંબઈ2500-30006000-7000
દિલ્હી3000-350010000-11000
વારાણસી4500-50009000-10000
પટના5000-550010000-11000
હાવડા4500-50008000-9000
ચેન્નઈ5000-60009000-10000

ઉ. ભારત જતી બસના ભાડાં પણ વધી ગયાં
​​​​​​​
અમદાવાદથી દિલ્હી, લખનઉ, ગોરખપુર, વારાણસી માટે બસ દોડાવાય છે. અમદાવાદથી લખનઉનું અત્યાર સુધી ભાડુ રૂ.1200થી 1400ની સામે 1800થી 2000, ગોરખપુરનું ભાડું રૂ.1600થી 1700ની સામે રૂ.2000થી 2200 તેમજ વારાણસીનું ભાડું 1700થી 1800 રૂપિયાની સામે 2000થી 2200 રૂપિયા સુધી વસૂલ કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...