ટાગોર હોલમાં આજે નાટક!:કોરોનાને લીધે મલ્ટિપ્લેક્સ, થિયેટરો પર પ્રતિબંધ છે પણ AMC બોર્ડની સભા ટાગોર હોલમાં યોજવાનું નાટક

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
AMC બોર્ડની સભા ટાગોર હોલમાં યોજવા બેઠક વ્યવસ્થા નક્કી કરાઇ. - Divya Bhaskar
AMC બોર્ડની સભા ટાગોર હોલમાં યોજવા બેઠક વ્યવસ્થા નક્કી કરાઇ.

શા માટે આ નાટક છે: અમદાવાદમાં માર્ચથી કોરોના પ્રસર્યો ત્યારથી અત્યાર સુધી મેયર સહિતના ઉચ્ચ પદાધિકારીઓ મ્યુનિ.ની મુખ્ય કચેરી દાણાપીઠ ખાતે ગયા નથી. 6 મહિનામાં પહેલી વખત શુક્રવારે મ્યુનિ.ની સામાન્ય સભાની બેઠક ઓફલાઈન યોજવાનો નિર્ણય કર્યો પરંતુ તેમાં પણ જે સભ્યોને ઓનલાઈન હાજરી આપવી હોય તેની છૂટ આપી. તેમજ કોર્પોરેશનની ઓફિસમાં આટલો જ મોટો હોલ હોવા છતાં ટાગોર હોલમાં બોર્ડનું આયોજન કર્યું.

અમદાવાદના મેયર બિજલ પટેલ સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલ્યા.
અમદાવાદના મેયર બિજલ પટેલ સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલ્યા.

ટેસ્ટ વખતે સોશિયલ ડિસ્ટન્સિંગ યાદ ન આવ્યું
સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે ટાગોર હોલમાં સભાનું આયોજન કર્યું છે. પરંતુ સભામાં હાજરી માટે ટેસ્ટ ફરજિયાત કર્યા હોવાથી મેયર સહિતના કોર્પોરેટરોએ ટેસ્ટ કરાવવા ગયા ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવ્યું જ નહતું.

190માંથી 80 કોર્પોરેટર હાજર રહેશે
સભામાં હાજરી માટે ઓફલાઈન અને ઓનલાઈન બંને વિકલ્પ માટે છૂટ આપવામાં આવી છે. જેને કારણે 190 કોર્પોરેટરોમાંથી કોંગ્રેસના 22 સહિત માત્ર 80 કોર્પોરેટરો જ બોર્ડમાં ઓફલાઈન હાજર આપશે. જ્યારે અન્ય તમામ ઓનલાઈન હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...