તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિયુક્તિ:GSFCના એમડીનો ચાર્જ મુકેશ પુરીને સોંપયો, પંકજકુમાર મુખ્ય સચિવ બને તેવી અટકળો

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મુખ્ય સચિવ અનિલ મુકીમ ફેબ્રુઆરીમાં નિવૃત્ત થાય પછી ત્યાં મુકાય તેવી ચર્ચા
 • પંકજકુમારને મુખ્ય સચિવ બનાવવા માટે રૂપાણી સરકાર દરખાસ્ત મોકલશે

ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર કંપની લિમિટેડ (GSFC)ના ચેરમેન અને એમડી તરીકે નિયુક્ત કરાયેલા આઇએએસ અરવિંદ અગ્રવાલની એક વર્ષની મુદ્દત સોમવારે પૂર્ણ થઇ છે. તેમની પાસે રહેલો કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો ચાર્જ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે સોમવારે જ શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરીને સોંપ્યો છે. પુરી પાસે આ ચાર્જ સરકાર નવો હુકમ ન કરે ત્યાં સુધી રહેશે. આ હુકમને કારણે હવે રાજ્યના પાવર સર્કલમાં અટકળો તેજ બની છે કે વર્તમાન મુખ્ય સચિવ અનિલ મુકીમ ફેબ્રુઆરીમાં નિવૃત્ત થાય તે પછી તેમને જીએસએફસીએલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર બનાવાશે જ્યારે મહેસૂલ સચિવ પંકજ કુમારને મુખ્ય સચિવ બનાવાશે.

સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર પંકજ કુમાર મુકીમ પછી ગુજરાત કેડરના સેવારત સનદી અધિકારીઓ પૈકી સૌથી સિનિયર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના ખૂબ વિશ્વાસપાત્ર અધિકારી તરીકે પણ પંકજ કુમારની ગણના થાય છે.

વિજય રૂપાણીને મુખ્ય સચિવની નિયુક્તિ માટે નામો મોકલવાના થાય ત્યારે વરિષ્ઠતાના ક્રમ પ્રમાણે પ્રથમ પંકજ કુમાર ત્યારબાદ મહાપાત્ર, ત્રીજું નામ વિપુલ મિત્રા અને ચોથું નામ રાજીવ કુમાર ગુપ્તાનું મોકવાનું રહેશે. જો પંકજ કુમાર સિવાય કોઇને મુખ્ય સચિવ બનાવાય તો મુકીમને બદલે કુમારને જીએસએફસીએલના ચેરમેન અને એમડી બનાવાઇ શકે છે તેવી વાતો પણ અંદરખાને ચર્ચામાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો