રાજ્ય સરકારનો આદેશ:કોરોનાના કેસ વધતા ઉચ્ચ અધિકારીઓને જિલ્લાઓની જવાબદારી સોંપી, અમદાવાદમાં મુકેશકુમાર તો રાજકોટમાં રાહુલ ગુપ્તા નવા પ્રભારી સચિવ

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
IAS મુકેશ કુમારને અમદાવાદ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. - Divya Bhaskar
IAS મુકેશ કુમારને અમદાવાદ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે.

રાજ્યના 33 જિલ્લામાં નવા પ્રભારી સચિવની નિમણૂંક કરવામાં આવી છે. અમુક જિલ્લામાં જૂના પ્રભારીને યથાવત રાખવામાં આવ્યા છે. જ્યારે અમુક જિલ્લામાં નવા પ્રભારી સચિને કામગીરી સોંપવામાં આવી છે.

તમામ જિલ્લાના નવા પ્રભારી સચિવને કોરોનાને લગતી કામગીરી પર ધ્યાન રાખવામાં આવશે. તમામ કામગીરીનું સુપરવિઝન કરવામાં આવશે. જેમાંથી અમદાવાદનો હવાલો મુકેશકુમારને સોંપવામાં આવ્યો છે. રાજકોટમાં રાહુલ ગુપ્તા, વડોદરામાં વિનોદ રાવ અને સુરતમાં થેન્નારસનને યથાવત રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ મામલે 28મી ઓક્ટોબરે કરવામાં આવેલો આદેશ રદ કરવામાં આવ્યો છે. હવે પ્રભારી સચિવમાં ફેરફાર થતા નવા નિમાયેલા પ્રભારી સચિવે જિલ્લા સંલગ્ન તાલુકા પ્રભારી તરીકે પણ કામગીરી કરવાની રહેશે.

વાંચો તમામ જિલ્લાના નવા પ્રભારી સચિવનું લિસ્ટ

અન્ય સમાચારો પણ છે...