તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદમાં કોરોનાના વળતાં પાણી:સિવિલમાં મ્યુકરના દર્દીનો આંકડો 300ની નીચે પહોંચ્યો, એકનું મોત; કોરોનાનાં નવા 54 કેસ, 2 મોત

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

અમદાવાદમાં કોરોનાના કેસોનો આંકડો ઘટી 54 ઉપર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 103 લોકોને જુદીજુદી હોસ્પિટલોમાં સારવાર બાદ રજા આપવામાં આવી છે. શહેરમાં 2 દર્દીના કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં મ્યુકર માઈકોસિસના દર્દીઓની સંખ્યા સતત ઘટી રહી છે. નવા દર્દીઓની સંખ્યા વધીને 16 થઇ છે. તેમ છતાં 20 દિવસના પ્રમાણમાં દર્દીની સંખ્યા ઘટી છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં મ્યુકર માઈકોસિસના દર્દીની સંખ્યા 300થી નીચે પહોંચી ગઈ છે. હાલમાં કુલ 294 દર્દી સારવાર હેઠળ છે. રવિવારે એક દર્દીનું મોત થયું છે.

રવિવારે અમદાવાદમાં કુલ 32,320 લોકોને કોરોનાની વેક્સિન અપાઈ હતી. કોર્પોરેશનને દરરોજ 30 હજાર કરતા વધુ લોકોને વેક્સિન આપવા લક્ષ્યાંક બનાવ્યો છે. અત્યાર સુધી 22 લાખ લોકોને વેક્સિનનો એક ડોઝ આપી દેવામાં આવ્યો છે. બીજી બાજુ અમદાવાદ જિલ્લામાં રવિવારે કોરોનાના એક કેસ નોંધાયો હતો. અંદાજે બે મહિના પછી કેસનો આંકડો 1 પર પહોંચ્યો છે.

સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 6 હજારથી વધુ બેડ ખાલી પડ્યા
અમદાવાદ | કોર્પોરેશનની સત્તાવાર વેબસાઈટ ઉપર રવિવારે સાંજે કુલ 6584 બેડ ખાલી હતા જેમાં 1916 આઈસોલેશન બેડ, 3500 ઓક્સિજન બેડ, 535 વેન્ટિલેટર વગર આઈસીયુ અને 633 વેન્ટિલેટર સાથે આઈસીયુ બેડનો સમાવેશ થયો હતો.

અમદાવાદ સહિત રાજ્યના 10 હજાર મનોદિવ્યાંગ વિદ્યાર્થીને રસી માટે મુશ્કેલી
અમદાવાદ સહિત રાજ્યની મનોદિવ્યાંગ સ્કૂલોના કુલ વિદ્યાર્થીઓમાંથી 80 ટકા વેક્સિનથી વંચિત રહી ગયા હોવાનંુ બહાર આવ્યું છે. રાજ્યની 80 મનોદિવ્યાંગ સ્કૂલોના આશરે 10,000થી વધુ બાળકો વેક્સિનથી વંચિત રહી ગયા છે. આ માટે મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે. નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રિન્સિપાલ ડો. નિલેશ પંચાલ અને ટ્રસ્ટી ડો. એસ.આર.આપ્ટેએ જણાવ્યું કે,મનોદિવ્યાંગ બાળકોને કોરોનાનો ચેપ લાગવાનો ખતરો છે.

અન્ય સમાચારો પણ છે...