તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:સિવિલ ડેન્ટલ હોસ્પિટલમાં મ્યુકરની 290 સર્જરી કરાઈ, સંખ્યાબંધ દર્દી પર જટિલ સર્જરી કરવી પડી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરમાં મ્યુકર માઇકોસિસના કેસ વધતાં સિવિલમાં દાખલ થતાં દર્દીઓમાં જડબાં અને દાંતમાં ફંગસ હોય તેવાં 290 દર્દીની ડેન્ટલ હોસ્પિટલમાં સર્જરી કરાઇ છે, જેમાં મોટાભાગના દર્દીના દાંત અને જડબુું કાઢવાની અઢીથી 3 કલાકની સર્જરી કરાઇ છે. આ દર્દીમાંથી 4 દર્દીને ઉપર-નીચે બંને જડબામાં ફંગસ ફેલાતાં ડોક્ટર ટીમે 5-6 કલાકની સર્જરી કરીને જડબાં કાઢવાની ફરજ પડી હતી.100 ડેન્ટલ હોસ્પિટલના સર્જન ડો.ઉત્સવ ભટ્ટ જણાવે છે કે, 320 દર્દીઓ પૈકી 290 દર્દીના ઉપર કે નીચેના જડબાની સર્જરી કરી છે. પરંતુ, દર્દીના ઉપર અને નીચેના બંને જડબામાં ફંગસ ફેલાયું હોય તેવું જ્વલ્લે જોવા મળ્યું છે.

અંગ બચાવવાનો પ્રયાસ કરાયો છે
મોટાભાગના દર્દીના જડબાંને બચાવવાનો પ્રયાસ કરાયો છે. ઇન્ફેકશન આગળ વધીને મગજ સુધી પહોંચવાની શક્યતા હોય તે કિસ્સામાં દર્દીનો જીવ બચાવવા જડબું કઢાયું છે. - ડો. ગિરીશ પરમાર, અધિક નિયામક, ડેન્ટલ હોસ્પિટલ

અન્ય સમાચારો પણ છે...