શિક્ષણ:ગુજરાત યુનિવર્સિટીમાં MSME ઇન્સ્ટિટ્યૂટનો પ્રારંભ કરાયો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડો.શ્યામાપ્રસાદ મુખરજી ઓડિટોરિયમમાં કોન્કલેવનું આયોજન કરાયું હતું. - Divya Bhaskar
ડો.શ્યામાપ્રસાદ મુખરજી ઓડિટોરિયમમાં કોન્કલેવનું આયોજન કરાયું હતું.
  • યુનિ.માં એમએસએમઈ ગ્રોથ કોન્કલેવ યોજાઈ
  • વધુમાં વધુ યુવાનોને સેક્ટર સાથે જોડવા પ્રયાસ

ગુજરાત યુનિવર્સિટી ખાતે MSME ઇન્સ્ટિટ્યૂટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટી ખાતે એમએસએમઈ ગ્રોથ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતંુ, જેનો મુખ્ય હેતુ વધુ ને વધુ વિદ્યાર્થીઓને સાંકળી એમએસએમઈ સેક્ટર અને એકેડેમી સંસ્થાઓને એકસાથે એક છત નીચે લાવવાનો હતો. એમએસએમઈ ગ્રોથ કોન્કલેવ ખાતે ડૉ. જૈમીન વસા, એમએસએમઈ ચેરના એડવાઇઝરી કમિટીના મેમ્બર ચંદ્રમોલી પાઠકની મધ્યસ્થતામાં ઇનોવેશન-ટેક્નોલોજી અને બજાર જોડાણો: એમએસએસઈ વૃદ્ધિ માટેનાં મુખ્ય પરિબળો વિષય પર જરૂરી ચર્ચાનું આયોજન કરાયું હતું.

આ ચર્ચામાં પ્રતિષ્ઠિત પેનલિસ્ટમાં જેબીએસ એકેડેમી પ્રા.લિ.ના ચીફ મેન્ટોર અને ડિરેક્ટર સમીર જે. શાહે ઉદ્યોગ અને એકેડેમીનાં જોડાણો વિષય પર ચર્ચા કરી હતી, તો અન્ય પેનલિસ્ટ તરીકે આઈહબના સીઈઓ હિરન્મય મહંતાએ એમએસએમઈ વૃદ્ધિમાં ટેક્નોલોજી અને નવીનતાની ભૂમિકા વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. ઉપરાંત કોન્કલેવમાં સૂચિત એમએસએમઈ ઇન્સ્ટિટ્યૂટ અને અભ્યાસક્રમોની રજૂઆત કરાઈ હતી. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી ઓડિટોરિયમમાં આયોજિત કોન્કલેવમાં મુખ્ય અતિથિ તરીકે ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...