અર્બુદા સેનાને હાથમાં લેવા ભાજપનો નવો દાવ:અર્બુદા સેનાના સ્નેહ મિલન સમારંભમાં પ્રધાનમંત્રીને હાજર રહેવા સાંસદનો પત્ર

અમદાવાદ23 દિવસ પહેલાલેખક: નિર્મલ દવે
  • અર્બુદા સેનાને મનાવાય તો ભાજપને 32 સીટ પર ફાયદો

દુધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને જેલમાં ધકેલ્યા બાદ અર્બુદા સેનાનો રોષ ચરમ સીમાએ છે. અર્બુદા સેના કહે છે કે જો વિપુલ ચૌધરીને જેલ બહાર કાઢવામાં નહિ આવે તો આગામી ચૂંટણીમાં સરકારને નુક્સાન થાય તે પ્રકારે મતદાન કરવામાં આવશે ત્યારે અર્બુદા સેનાને હાથમાં લેવા માટે ભાજપે હવે નવો દાવ અજમાવ્યો છે. ૧૫ નવેમ્બર ના રોજ ચરાડા ખાતે યોજાનારા સ્નેહ મિલન સમારોહમાં પ્રધાનમંત્રીને હાજર રહેવા ખુદ ભાજપના સાંસદે જ આમંત્રણ આપ્યું છે.

અર્બુદા સેનાનો રોષ ઠારી શકાય
મુળ વાત એ છે કે આગામી 15 નવેમ્બરના રોજ સ્વ. માનસિંહ ચૌધરીના જન્મ જયંતિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. મહેસાણાના ચરાડા ગામ ખાતે આ સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં સ્વ. માનસિંહ ચૌધરી તથા તેમના આરોપિત પુત્ર વિપુલ ચૌધરીના સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહે તેવી સંભાવના છે. આવા સંજોગોમાં જો પ્રધાનમંત્રીની હાજરી હોય તો અર્બુદા સેનાનો રોષ ઠારી શકાય તેમ છે ત્યારે સાંસદ ભરત ડાભીએ પ્રધાનમંત્રીને આમંત્રણ પાઠવતો પત્ર લખ્યો છે.

ભાજપને 32 સીટ પર ફાયદો
મતદાન પહેલા અર્બુદા સેનાને ભાજપ જો મનાવવામાં સફળ થાય છે તો ભાજપ ને ઉત્તર ગુજરાતની ૩૨ સીટ પર ફાયદો થઈ શકે તેવી શક્યતાને પગલે આ તક ને અવસરમાં પરિણમવા માટે ભાજપે મોટો દાવ ખેલ્યો છે. સાંસદ ભરત ડાભીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ અંગે પત્ર લખ્યો છે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અર્બુદા સેના દ્વારા ભરત ડાભીને વિનંતી કરી અને પ્રધાનમંત્રીને મુખ્ય મહેમાન તરીકે આવકારવા માટે વિનંતી કરી છે.

અન્ય સમાચારો પણ છે...