ઉદ્યોગ સાહસિકતાના MOU:જીટીયુ અને નેસ્કો ફાઉન્ડેશન વચ્ચે સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકતા વિકસાવવા માટે એમઓયુ કરાયા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જીટીયુ અને નેસ્કો ફાઉન્ડેશન વચ્ચે એમઓયુ થયા - Divya Bhaskar
જીટીયુ અને નેસ્કો ફાઉન્ડેશન વચ્ચે એમઓયુ થયા
  • એમઓયુથી અનેક વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપકર્તા, તેમજ ઉદ્યોગ સાહસિક લોકોને ટેક્નિકલી અને આર્થિક રીતે લાભ થશે
  • સ્ટાર્ટઅપકર્તાને વિવિધ સ્તર પર આર્થિક સહાય NFID તરફથી આપવામાં આવશે

રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી તરીકે નામના મેળવનાર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) રાજ્યમાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ક્ષેત્રે વેગ મળે તે માટે સતત કાર્યરત રહે છે. સ્ટાર્ટઅપ કર્તાને દરેક સ્તર પર મદદરૂપ થવા માટે જીટીયુ દ્વારા વિવિધ ઔદ્યોગિક એકમો સાથે એમઓયુ કરવામાં આવે છે. જેના ભાગરૂપે તાજેતરમાં જીટીયુ અને નેસ્કો ફાઉન્ડેશન ફોર ઈનોવેશન એન્ડ ડેવલોપમેન્ટ (NFID) વચ્ચે સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકતા વિકસાવવા માટે એમઓયુ કરવામાં આવ્યાં છે.

જીટીયુ તરફથી કુલસચિવ અને NFIDના વાઈસ પ્રેસિડેન્ટે હસ્તાક્ષર કર્યા
આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, જીટીયુ અને NFID વચ્ચે થયેલા આ એમઓયુથી અનેક વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપકર્તા, તેમજ ઉદ્યોગ સાહસિક લોકોને ટેક્નિકલી અને આર્થિક રીતે લાભ થશે. જીટીયુ તરફથી કુલસચિવ ડૉ. કે. એન. ખેર અને NFID તરફથી વાઈસ પ્રેસિડેન્ટ રાજેશ ઉપાધ્યાય દ્વારા એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં. જીટીયુ ઇનોવેશન કાઉન્સિલના ડિરેક્ટર ડૉ. સંજય ચૌહાણ, સીઈઓ તુષાર પંચાલ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

એમઓયુ
એમઓયુ

પ્રોડક્ટને પેટર્નમાં રૂપાંતરિત કરી સ્ટાર્ટઅપમાં ફંડ પુરૂં પડાશે
આ એમઓયુથી સ્ટાર્ટઅપકર્તાને વિવિધ ઔદ્યોગિક એકમો દ્વારા મેન્ટરિંગથી લઈને તેમની પ્રોડક્ટને પેટર્નમાં રૂપાંતરિત કરવા આ ઉપરાંત સ્ટાર્ટઅપના માર્કેટિંગ અને જે-તે પ્રોડક્ટને ટ્રાયલ તથા રિસર્ચ અને ડેવલોપમેન્ટ માટે થતાં ખર્ચ સંદર્ભે વિવિધ સ્તર પર સ્ટાર્ટઅપની યોગ્યતાં અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ફંડ પૂરૂં પાડવામાં આવશે. જીટીયુ જીઆઈસી દ્વારા અત્યાર સુધી 468 જેટલા સ્ટાર્ટઅપને 6.34 કરોડ જેટલી આર્થિક સહાય ફાળવવામાં આવી છે.

142 વિદ્યાર્થીએ પેટન્ટ, ટ્રેડમાર્ક અને ડિઝાઈનના રજિસ્ટ્રેશન કર્યા છે
ઇન્ડિયન પેટન્ટ ઓફિસ(આઈપીઓ) ખાતે જીટીયુના સહયોગથી 142 વિદ્યાર્થીઓએ પેટન્ટ, ટ્રેડમાર્ક અને ડિઝાઇન રજિસ્ટ્રેશન કરાવેલા છે. જીટીયુ જીઆઈસી દ્વારા કરવામાં આવતી તમામ પ્રકારની મદદને કારણે અત્યાર સુધીના વિવિધ સ્ટાર્ટઅપ 17 કરોડની આવક પણ કરી ચૂક્યા છે. જીટીયુ અને NFID વચ્ચે થયેલા આ એમઓયુથી સ્ટાર્ટઅપકર્તાને અનેક સ્તરે લાભદાયી થશે.