ઠંડીનો ચમકારો:માઉન્ટ આબુમાં માઈનસ 3 ડિગ્રી રાજ્યનાં 10 શહેરમાં પારો ગગડ્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આબુમાં ઠંડીથી વનસ્પતિ પર બરફ જામી ગયો હતો. - Divya Bhaskar
આબુમાં ઠંડીથી વનસ્પતિ પર બરફ જામી ગયો હતો.
  • ઠંડીનો ચમકારો વધતા રાજ્યમાં પાટણમાં ઠંડીથી પહેલું મોત
  • 24 કલાકમાં તાપમાન 1 ડિગ્રી વધ્યું પણ 14 કિ.મી.ગતિના ઠંડા પવનથી કાતિલ ઠંડી

કાતિલ ઠંડા પવનની અસરથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. સમગ્ર રાજ્યમાં નલિયા 2.5 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર સાબિત થયું હતું. આ ઉપરાંત રાજ્યના અન્ય શહેરોમાં ઠંડીનો પારો 8થી 18 ડિગ્રી વચ્ચે પહોંચતાં લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે.

માઉન્ટ આબુમાં પારો શુક્રવારે ઝીરો ડિગ્રી જ્યારે શનિવારે તાપમાન માઈનસ 3 ડિગ્રી નોંધાયું હતું. જે આ સિઝનનું સૌથી ઓછું તાપમાન છે. બીજીબાજુ પાટણમાં એક 55 વર્ષીય વ્યક્તિનું ઠંડીને કારણે મોત નીપજ્યું હતું. આગામી બે-ત્રણ દિવસ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે ત્યારબાદ ક્રમશઃ લઘુતમ તાપમાનમાં વધારો થવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

શુક્રવારે અમદાવાદમાં ઠંડા પવનની અસરથી સિઝનનું સૌથી નીચું 11.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. પરંતુ, શનિવારે ઠંડીનો પારો 1 ડિગ્રી વધ્યો હતો, તેમ છતાં દિવસ દરમિયાન ચાલુ રહેલા 14 કિ.મી.ની ગતિના ઠંડા પવનની અસરથી લોકોએ દિવસ દરમિયાન કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો. સમગ્ર રાજ્યમાં 2.5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર બન્યું હતું. બેથી ત્રણ દિવસમાં અમદાવાદમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની આસપાસ પહોંચવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

સૌથી ઠંડું શહેર બન્યું હતું. બેથી ત્રણ દિવસમાં અમદાવાદમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની આસપાસ પહોંચવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદમાં વહેલી સવારથી દિવસ દરમિયાન 14 કિ.મી.ની ગતિનો કાતિલ ઠંડો પવન ચાલુ હતો. જેને કારણે અમદાવાદનું મહત્તમ તાપમાન શુક્રવાર કરતાં 1 ડિગ્રી જેટલુું ગગડીને 25.1 ડિગ્રી નોંધાયું હતું, જયારે લઘુતમ તાપમાન 1 ડિગ્રી વધીને 12.7 ડિગ્રી નોંધાયું હતું.

દિવસ દરમિયાન ચાલુ રહેલા ઠંડા પવનની અસરથી લોકો ઠંડીમાં ઠૂંઠવાયા હતા, તેમજ સાંજ પડતાં ઠંડીમાં વધારો થયો હતો. આગામી 24 કલાક દરમિયાન અમદાવાદમાં ઠંડીનો પારો ગગડીને 10 ડિગ્રીની આસપાસ પહોંચવાની શક્યતા હોવાથી કાતિલ ઠંડીનું મોજું ફરી વળવાના સંકેત હવામાન વિભાગે આપ્યા છે.

કયાં કેટલી ઠંડી

નલિયા2.5
ડીસા8.8
ભુજ10
કંડલા એ.10.2
રાજકોટ11.2
કેશોદ11.6
અમદાવાદ12.7
સુરેન્દ્રનગર12
વિદ્યાનગર12.4
વડોદરા14.2
અન્ય સમાચારો પણ છે...