'હર કામ દેશ કે નામ':ભારતીય સૈન્યના સૈન્ય તાલીમ કમાન્ડ દ્વારા રક્ષા યુનિવર્સિટી અને BISAG-N સાથે MoU, સૈન્ય તાકાતમાં થશે વધારો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેકનોલોજીઓ અને ટેકનોલોજિકલ ક્ષેત્રોમાં તાલીમ માટે તાલમેલપૂર્ણ જોડાણ સ્થાપિત કરવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર

ભારતીય સૈન્યના સૈન્ય તાલીમ કમાન્ડ દ્વારા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) અને ભાસ્કરાચાર્ય રાષ્ટ્રીય અવકાશ ઉપકરણ અને જીઓ-ઇન્ફોર્મેટિક્સ સંસ્થા (BISAG-N) સાથે સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યા છે. ગાંધીનગરમાં RRU ખાતે યોજાયેલા એક ટૂંકા કાર્યક્રમ દરમિયાન, ભારતીય સૈન્યએ શૈક્ષણિક શ્રેષ્ઠતા, જ્ઞાનના આદાનપ્રદાન, સંશોધન અને વિકાસ તેમજ સૈન્યના કર્મીઓને વિશિષ્ટ ટેકનોલોજીઓ અને ઉભરતા ટેકનોલોજિકલ ક્ષેત્રોમાં તાલીમ માટે આ બંને શ્રેષ્ઠતાના કેન્દ્રો સાથે તાલમેલપૂર્ણ જોડાણ સ્થાપિત કરવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

જનરલ એમ.એમ. નરવાણે, PVSM, AVSM, SM, VSM, ADC, COAS એ વર્ચ્યુઅલ પ્લેટફોર્મના માધ્યમથી અહીં ઉપસ્થિતોને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા તે શૈક્ષણિક સંસ્થાઓ સાથે ભારતીય સૈન્યના વાર્તાલાપમાં વધારો કરવાની દિશામાં નવતર પહેલ છે. આ MoUના કારણે ભારતીય સશસ્ત્ર દળોની કામગીરીની ક્ષમતાઓને વેગ આપવા માટે તાલીમ તેમજ આવિષ્કારી ઉકેલો વિકસાવવા માટે બંને સંસ્થાઓને સંબંધિત લાભનો ફાયદો ઉઠાવી શકાશે.

ARTRAC ના GOC-ઇન-ચાર્જ લેફ્ટેનન્ટ જનરલ રાજ શુકલા, PVSM, YSM, SM, ADC ના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, શૈક્ષણિક સંસ્થા અને ભારતીય સૈન્ય વચ્ચેના જોડાણને વધુ મજબૂત કરવાની દિશામાં આ પગલું ભરવામાં આવ્યું છે. તેમણે વિશિષ્ટરૂપે ‘નાગરિક- સૈન્ય સંબંધો’ પર ભાર મૂક્યો હતો અને પારસ્પરિક સહકારને લગતા બહુપક્ષીય પાસાઓ વિશે સમજણ આપી હતી. આ MoU શૈક્ષણિક સંસ્થાઓને રાષ્ટ્રના સંરક્ષણને વધુ મજબૂત બનાવવા તેમજ ક્ષમતામાં વધારો કરવાની દિશામાં લઇ જનાર ઉત્પ્રેરક અને સામર્થ્ય પ્રદાતા તરીકે કામ કરશે.

ગાંધીનગરની RRUના કુલપતિ પ્રો. (ડૉ.) બિમલ પટેલે ખાસ એ વાતને રેખાંકિત કરી હતી કે, RRU ભારતની મોડેલ સુરક્ષા અને રાષ્ટ્રીય મહત્વ ધરાવતી સંસ્થા છે. યુનિવર્સિટી આવનારા સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, નવતર મિલિટરી ટેકનિકો, સાઇબર અને ઇન્ફોર્મેશન યુદ્ધ, વાયુ અને અવકાશ ક્ષમતાઓના ક્ષેત્રમાં ઉભરતી તેમજ સમકાલિન ટેકનોલોજીઓમાં ભારતીય સૈન્યની વિશિષ્ટ જરૂરિયાતોને પૂરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને આ સંસ્થામાં હાથ ધરવામાં આવતી તમામ તાલીમ માટે પ્રમાણપત્ર આપવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા પર RRU ના દ્વિ-વાર્ષિક પ્રકાશન 'ચાણક્ય'નું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

BISAG-N ના DG ટી.પી.સિંહે એ બાબતે પ્રકાશ પાડ્યો હતો કે, આ MoU પર હસ્તાક્ષર કરવાથી BISAG-N આવનારા સમયમાં GIS અને IT આધારિત સૉફ્ટવેરના વિકાસ, કસ્ટમાઇઝ્ડ તાલીમ સામગ્રીના સર્જન, દૃશ્ય-શ્રાવ્ય તાલીમ સામગ્રીનું પ્રસારણ, ભારતીય સૈન્ય દ્વારા IT અને AI ક્ષેત્રમાં જરૂર હોય તેવા ચોક્કસ પ્રોજેક્ટના વિકાસ માટે ઉભરતી ટેકનોલોજીના ક્ષેત્રોમાં જ્ઞાનના આદાનપ્રદાન અને પારસ્પરિક સહકારના માધ્યમ તરીકે વર્તશે. BISAG-N એ આ કાર્યક્રમ દરમિયાન ARTRAC અને તેની સંલગ્ન સંસ્થાઓ માટે તૈયાર કરવામાં આવેલી અભ્યાસ વ્યવસ્થાપન પ્રણાલી (LMC) સમર્પિત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...