નિર્ણય:સાયબર સિક્યુરીટી રીસર્ચ માટે ગુજરાત યુનિવર્સિટી અને DRDO વચ્ચે MOU થયા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત યુનિ.ની ફાઈલ તસવીર - Divya Bhaskar
ગુજરાત યુનિ.ની ફાઈલ તસવીર
  • સંરક્ષણ અને તકનીકી ક્ષેત્રે જરૂરિયાતોને પહોંચી વળવા વિશેષ પ્રમાણમાં સંશોધન હાથ ધરાશે

અમદાવાદ ખાતે એડવાન્સ ટેકનોલોજી સેન્ટર - સરદાર વલ્લભભાઈ પટેલ સેન્ટર ફોર સાયબર સિક્યુરીટી રિસર્ચની સ્થાપના માટે ગુજરાત યુનિવર્સિટી અને ભારત સરકારના સંરક્ષણ વિભાગના હસ્તકના ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન સાથે નવી દિલ્હી ખાતે 4 ઓક્ટોબરે MOU થયા હતા.

આ MOU પ્રસંગે ભારત સરકારના મંત્રી રાજનાથસિંહ, સંરક્ષણ વિભાગના સેક્રેટરી અને DRDOના ચેરમેન ડૉ જી. સતીસ રેડ્ડી અને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા હાજર રહ્યા હતા. આ MOUથી સંરક્ષણ અને તકનીકી ક્ષેત્રે જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિશેષ પ્રમાણમાં સંશોધન હાથ ધરવામાં આવશે. આ સેન્ટરથી 100 કરોડથી પણ વધુના રોકાણ સાથે સ્થાપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કોરોનાની બીજી લહેરના સમયમાં DRDO અને ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે 800 બેડની હોસ્પિટલ શરુ કરવામાં આવી હતી. જે સફળતા પૂર્વક સારવાર આપી શકી હતી. જે બાદ હવે DRDO ગુજરાત યુનિવર્સિટી તરફ વધુ એક ડગલું આગળ વધી રહ્યું છે.