રિઅલ એસ્ટેટ ક્ષેત્રે તેજી:અમદાવાદમાં 1 વર્ષમાં 70 હજાર કરોડના પ્રોજેક્ટ માટે MoU થયાં, ​​​​​​​ગાહેડ-ક્રેડાઇના રાજ્યમાં 1 લાખ કરોડના પ્રોજેક્ટ શરૂ થશે

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કુલ પ્રોજેક્ટમાંથી અંદાજે 60 ટકા પશ્ચિમના વિસ્તારોમાં જ શરૂ થશે : ક્રેડાઇ

અમદાવાદમાં આગામી 6થી 8 મહિનામાં 70 હજાર કરોડના પ્રોજેક્ટ શરૂ થશે. ગાહેડ અને ક્રેડાઈએ અપલોડ કરેલા એમઓયુ પ્રમાણે રાજ્યમાં 1 લાખ કરોડના પ્રોજેકેટ આગામી 8 મહિનામાં શરૂ થઇ જશે. જે દર્શાવે છે કે, અમદાવાદ સહિત રાજ્યમાં રિઅલ એસ્ટેટ ક્ષેત્રે તેજી આવી રહી છે. જેમાં 60 ટકા જેટલા એકમો પશ્ચિમ અમદાવાદમાં ઉભા થશે. આ અંગે ક્રેડાઇ-ગાહેડ અમદાવાદના પ્રમુખ તેજસ જોશીએ જણાવ્યું છેકે, અમદાવાદમાં રેસિડેન્સિયલ, કોમર્શિયલ, મિક્સ યુઝ પ્રકારના રિઅલ એસ્ટેટ પ્રજેક્ટ માટે એમઓયુ તૈયાર કરીને અપલોડ કરવામાં આવ્યા છે.

વાઇબ્રન્ટ ગુજરાતમાં આ પ્રોજેક્ટની જાહેરાત થવાની હતી. જો કે હાલની સ્થિતિમાં સરકારે વાઇબ્રન્ટ સમિટ તેમજ શુક્રવારે યોજાનારી ક્રેડાઇ અમદાવાદ- ગાહેડની રિઅલ એસ્ટેટ અર્બન સમિટ 2022 પણ મોકૂફ રાખી છે. રાજ્યના અન્ય શહેરોમાં પણ 40 હજાર કરોડથી વધારેના પ્રોજેક્ટના પણ એમઓયુ તૈયાર થયા છે. આગામી ત્રણ વર્ષમાં રિઅલ એસ્ટેટ ક્ષેત્રે 5 લાખ કરોડથી વધુનું રોકાણ થવાની શક્યતા છે. આને લીધે આ ક્ષેત્ર સાથે સંકળાયેલા નાના-મોટા 280 ઉદ્યોગોને પણ વેગ મળી શકે છે.

ગ્રીન ચેનલને લીધે અગાઉ 8 મહિને મળતી મંજૂરી હવે માત્ર 4 મહિનામાં મળી જશે
રાજ્યમાં વિકાસ માટે આકાર પામી રહેલા પ્રોજેક્ટ માટે જીડીસીઆર, રેવન્યુ તથા એન્વાયરમેન્ટ ક્લિયરન્સને ગ્રીન ચેનલ મારફતે ફાસ્ટ ટ્રેકનો લાભ અપાશે. ઝડપી મંજુરી માટે સરકાર દ્વારા એસડી અર્બન, અર્બન સેક્રિટરી, મહેસુલ સેક્રેટરી, એન્વાયરમેન્ટ સેક્રેટરી, રેરા ચેરેમને અને ક્રેડાઇના ચેરમેનની ટીમ દ્વારા દર 3 મહિના આ મંજુરીઓ માટેની સમીક્ષા બેઠક યોજાશે. જેમાં પ્રોજેક્ટ મોનિટરિંગ માટે એનાલિસીસ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...