યોગ માટે એમઓયુ:જીટીયુ અને રાજ્ય યોગ બોર્ડ વચ્ચે યોગના પ્રચાર- પ્રસાર માટે એમઓયુ કરાયા,નવીન શેઠ અને શીશપાલ રાજપૂતે હસ્તાક્ષર કર્યા

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
યોગ માટે જીટીયુ અને રાજ્ય યોગ બોર્ડ વચ્ચે એમઓયુ કરાયા - Divya Bhaskar
યોગ માટે જીટીયુ અને રાજ્ય યોગ બોર્ડ વચ્ચે એમઓયુ કરાયા
  • જીટીયુ અને રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો યોજાશે
  • આગામી દિવસોમાં યોગના વિવિધ સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાશે

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી( જીટીયુ ) ટેક્નિકલ શિક્ષણની સાથે- સાથે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય, તે માટે સતત કાર્યરત હોય છે. તાજેતરમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી અને રાજ્ય યોગ બોર્ડ વચ્ચે યોગના પ્રચાર અને પ્રસાર અર્થે એમઓયુ કરવામાં આવ્યા હતાં.

જીટીયુ અને રાજ્ય યોગ બોર્ડના પદાધિકારી ઉપસ્થિત રહ્યા
આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, યોગ એ ભારત તરફથી વિશ્વને મળેલી અમૂલ્ય ભેટ છે. જીટીયુ અને રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો યોજવામાં આવશે. આ એમઓયુ પર જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રમુખ યોગસેવક શીશપાલ રાજપૂત દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાં. યોગ બોર્ડના સભ્ય ભાનુ ચૌહાણ, જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર અને જીટીયુ સ્પોર્ટ્સ ઓફિસર ડૉ. આકાશ ગોહિલ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતાં.

જીટીયુના નવીન શેઠ અને રાજ્ય યોગ બોર્ડના શીશપાલ રાજપૂતે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા
જીટીયુના નવીન શેઠ અને રાજ્ય યોગ બોર્ડના શીશપાલ રાજપૂતે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા

કોરોના જેવી મહામારીનું સંક્રમણ અટકાવવામાં યોગ શ્રેષ્ઠ
ભારતીય સંસ્કૃત્તિમાં યોગનું મહત્વ વિશેષ પ્રમાણમાં રહેલું છે. જેનાથી દરેક વ્યક્તિ શારીરિક તેમજ માનસિક રીતે પણ સ્વસ્થ રહી શકે છે. કોરોના જેવી મહામારીના સંક્રમણનો ફેલાવો અટકાવવા માટે યોગ એક શ્રેષ્ઠ ઉપાય છે. યોગ સંબધિત વિવિધ તાલીમ વર્ગોનું આયોજન, શોર્ટ ટર્મ સર્ટિફિકેટ્સ કોર્સ અને યોગ સ્પર્ધાનું આયોજન વગેરે જેવા મુદ્દાઓને આ એમઓયુમાં સાંકળી લેવામાં આવ્યા છે. જે સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અને સ્વસ્થ્ય ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન પૂરું પાડશે.

જીટીયુ અને રાજ્ય યોગ બોર્ડના પદાધિકારીઓ હાજર રહ્યા
જીટીયુ અને રાજ્ય યોગ બોર્ડના પદાધિકારીઓ હાજર રહ્યા