કામગીરી:CAને ઉદ્યોગ સાહસિક બનાવવા ICAI-આઈહબ વચ્ચે એમઓયુ

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને પણ ઉદ્યોગ સાહસિક બનવા પ્રોત્સાહન મળે તે માટે ખાસ ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) અને iHub વચ્ચે MoU કરાયા છે. ICAIના વાઇસ પ્રેસિડન્ટ સીએ અનિકેત તલાટીએ જણાવ્યું કે, કોઈ પણ સ્ટાર્ટઅપમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સનો અગત્યનો રોલ હોય છે. આઈસીએઆઈ અને iHubનું આ જોડાણ ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ ઇકો સિસ્ટમ્સ, ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટઅપનાં વિસ્તરણમાં અગત્યનો ભાગ ભજવશે. આઈસીએઆઈએ દેશમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સનાં 10 ઇક્યુબેશન સેન્ટર્સ ખોલ્યાં છે.

આઈહબનાં સીઈઓ હિરન્મય મહંતાએ જણાવ્યું હતું કે, આઈહબ યંગ સ્ટાર્ટઅપ્સને મદદ કરે છે. સ્ટાર્ટઅપ્સને વિવિધ તબક્કાઓમાં મેન્ટરિંગ, ફાઇનાન્સ વગેરેની જરૂરી રહે છે. સીએ સ્ટાર્ટઅપનો હિસ્સો બને તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...