તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મધર્સ ડે:માતા સહિત 3 સભ્યો કોરોનાની ડ્યુટીમાં, ઘરે માત્ર એકલો 15 વર્ષીય પુત્ર રહે છે, તે પણ બહાર ન જાય એટલે માતા વીડિયોમાં કપરી સ્થિતિ બતાવે છે

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: અદિત પટેલ
  • કૉપી લિંક
  • કેટલીકવાર હોસ્પિટલના દર્દીઓમાં યુવાન અને બાળકોને જોઈને મારા દીકરા-દીકરી યાદ આવી જાય છું: ડો બેલા
  • બાળક સિવાય પરિવાર 3 સભ્યો છેલ્લા 14 મહિનાથી કોવિડ ડ્યૂટીમાં લાગેલા છે
  • પુત્ર સાથે વીડિયો કોલથી વાત કરું, પણ કોરોના ન્યૂઝ જોઈને બાળક પણ અમને ડ્યૂટીએ જવાની ના પાડે છે

સમગ્ર દેશ કોરોના સામે લગભગ છેલ્લા 14 મહિનાથી જંગ લડી રહ્યું છે. કેટલાક પરિવારોએ પોતાના સ્વજનો આ બીમારીમાં ખોયા છે. કેટલાકે ઘરના મોભી ગુમાવ્યા તો કેટલાક પરિવારના યુવાનો અને બાળકોને આ કોરોના ભરખી ગયો છે. ત્યારે આજે આપણે મધર્સ ડેના નિમિત્તે જ ઘણી રસપ્રદ કહાનીઓ જાણીશું. જેમાં દરેક માતાએ આવી કપરી પરિસ્થિતિમાં પોતાના દીકરા-દીકરી સાથે કઈ રીતે સમય પસાર કર્યો એ તમામ બાબત જાણીશું.

માતા-પિતા અને પુત્રી 14 મહિનાથી કોરોનાં ડ્યૂટીમાં કાર્યરત
અમદાવાદમાં રહેતા ડો.બેલા પઢીયાર સ્કિન સ્પેશિયાલિસ્ટની સાથે એક પ્રોફેસર પણ છે. તેઓ ડોક્ટર્સને સ્કિન સ્પેશિયાલિસ્ટ માટે ભણાવે પણ છે. ડો.બેનાના પરિવારમાં 4 સભ્યો છે જેમાં તેમના પતિ અને પુત્રી પણ ડોક્ટર છે. અને તેઓનો એક નાનો દિકરો પણ છે. ડો.બેલા પઢીયાર છેલ્લા 14 મહિનાથી કોરોનાં ડ્યૂટીમાં લાગેલા છે. તેમજ તેમના પતિ અને પુત્રી પણ સતત લાંબા સમયગાળામાંથી કોવિડ ડ્યૂટીમાં લાગ્યા છે. તેઓનો પુત્ર હાલ 10મા ધોરણમાં અભ્યાસ કરે છે. આ ત્રણેય સભ્યો જ્યારે કોવિડ ડ્યૂટીમાં જાય ત્યારે તેમનો દીકરો ઘરે એકલો હોય છે તે ઘરના તમામ સભ્યો દિવસ દરમિયાન તેઓ બાળક સાથે વાત કરતા હોય છે તેઓ વીડિયો કોલથી હોસ્પિટલની પરિસ્થિતિ પણ તેને બતાવે છે. જેથી બાળક બહાર જાય નહીં અને પૂરતી કાળજી લે.

માતા-પિતા અને પુત્રી 14 મહિનાથી કોરોનાં ડ્યૂટીમાં કાર્યરત
માતા-પિતા અને પુત્રી 14 મહિનાથી કોરોનાં ડ્યૂટીમાં કાર્યરત

હું ગાંધીનગરની 600 બેડની હોસ્પિટલમાં ફરજ બજાઉ છું: ડો.બેલા પઢીયાર
કોરોના વોરિયર અને વર્કિંગ મધર તરીકે ફરજ બજાવતા ડો.બેલા પઢીયારે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેઓ છેલ્લા 14 મહિનાથી કોવિડ હોસ્પિટલમાં ડ્યૂટી કરી રહ્યાં છે. હું ગાંધીનગરની 600 બેડની હોસ્પિટલમાં ફરજ બજાઉ છું. મારી દીકરી સંજીવની વાનમાં ડોક્ટર તરીકે હોમ આઇસોલેશનના દર્દીની સારવાર કરી અને હવે તે પાટણની કોવિડ હોસ્પિટલમાં ડ્યૂટી કરવા માટે જશે. મારા પતિ ડો. ઉમેશભાઈ કારીયા પણ નવી કીડની હોસ્પિટલમાં ઈન્ચાજ તરીકે કોવિડ ડ્યુટી કરી રહ્યા છે.

ક્રિટિકલ દર્દીઓ જોઈ મારા બાળકોના સુરક્ષાની ચિંતા થાય છે
હું મારા દીકરા-દીકરીને આવી પરિસ્થિતિમાં પૂરતો સમય આપી શકતી નથી. મારે દર્દીઓની સમયસર સારવારએ મારા માટે મહત્વનું છે. પરંતુ મારી ઘણી બધી જવાબદારીઓ સંભાળવાની હોય છે. દરરોજ તમામ લોકો માટે રસોઈ બનાવી અને ઘરનું કામ પતાવી હું હોસ્પિટલમાં જઈને દર્દીઓની સારવાર કરું છું. આ કોરોનાની બીજી લહેરમાં યુવાનો અને બાળકોના ઘણા ક્રિટિકલ કેસ મેં જોયા છે એ જોઈને હું ભાવુક થઈ જાવ છું કે મારા બાળકો સુરક્ષિત છે કે નહીં. પરંતુ મારુ મન મનાવીને દર્દીઓને સારવાર આપું છું અમે પણ છેલ્લા લાંબા સમયથી આ કોરોનાના કારણે કંટાળી જઈએ છે.

દીકરી સંજીવની વાનમાં ડોક્ટર તરીકે હોમ આઇસોલેશનના દર્દીની સારવાર કરે છે
દીકરી સંજીવની વાનમાં ડોક્ટર તરીકે હોમ આઇસોલેશનના દર્દીની સારવાર કરે છે

પરિવાર સાથેનો સમય પોઝિટિવ એનર્જી આપે છે
હું મારા દીકરા-દીકરી સાથે થોડીવાર બેસું તો અમને સારું લાગે છે. તેઓ સાથે પસાર થતા સમયમાં અમને ક્યાંય કોરોનાની વાત ધ્યાનમાં આવતી જ નથી. તે સમયમાં અમને પોઝિટિવ એનર્જી મળે છે જેથી અમે હોસ્પિટલમાં દર્દીઓને સારવાર આપી શકીએ છે. મારા દીકરાને અમે તમામ સભ્યો કોવિડ ડ્યુટી દરમિયાન ઘરે એકલો મૂકીને જઈએ છે. અમે હોસ્પિટલમાંથી તેની જોડે વીડિયો કોલના માધ્યમ થોડી હસીમજાક કરી લઈને છીએ.​​​​​​​

ડો.બેલા પઢીયાર
ડો.બેલા પઢીયાર

હેલ્થી રહેવા હું યોગા, પ્રાણાયામ અને વૉકિંગ કરું છું
એક માતા તરીકે હું મારી બધી જવાબદારી સારી રીતે નિભાવવાનો પ્રયત્ન કરું છું, પરંતુ મારી ફેમીલી સાથે હોસ્પિટલમાં ના તમામ દર્દીઓ મારા ફેમીલી મેમ્બર છે અને તેઓને પણ હું મદદરૂપ થઉ અને તેઓને સ્વસ્થ કરીને ઘરે મોકલું એજ સંકલ્પ સાથે હિંમતભેર ડ્યૂટી કરું છું. મારી પણ હેલ્થ સારી રહે તે માટે હું યોગા, પ્રાણાયામ અને વૉકિંગ કરું છું. અમે હોસ્પિટલમાં ઘણા લોકોના મૃત્યુ થતા જોયા છે પરંતુ દિવસમાં મારા દીકરા-દીકરી જોડે વાત થાય એટલે મારી અંદર સ્ફૂર્તિ આવી જાય છે અને આજે હું જે પણ છું અને કરી રહી છે એ મારા પરિવારના સહકારથી જ છું.