તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મધર્સ ડે સ્પેશિયલ:કોરોનાગ્રસ્ત બાળકોના યશોદા ડો.ચારુલ મહેતા, 200 બાળકોને રમતા કરનારા માતા પોતાના બાળકોને સ્પર્શ પણ કરી શકતા નથી

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: ચેતન પુરોહિત
  • કૉપી લિંક
  • અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની બન્ને લહેર મળીને 200થી વધુ કોરોના ગ્રસ્ત બાળકોને ડો.ચારુલ મહેતા સારવાર આપી ચુક્યા છે

કોરોના મહામારીએ ઘણા બાળકોના માતા-પિતા છીનવી લઈ અનાથ કર્યા છે. આજે મધર્સ ડે નિમિત્તે અમે એક 200 કોરોનાગ્રસ્ત બાળકોની માતા અંગે વાત કરી રહ્યા છીએ. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડોક્ટર રોજ સવારથી સાંજ કોરોનાથી સંક્રમિત થયેલા બાળકોની સેવા કરે છે અને ફરી હસતા રમતા કરી દે છે. ખરેખર એક યશોદાની જેમ પાલક માતાની ભૂમિકા ભજવી રહ્યા છે. અત્યાર સુધી 200થી વધુ બાળકોને ડોક્ટર ચારુલ મહેતા અને તેમની ટીમે સારવાર આપી છે. મધર્સ ડે પર સવાયા પાલક માતાની જેમ આવા ડોક્ટર ખરેખર સલામને પાત્ર છે.

કોરોના શરૂ થયો અને કોરનાના ડર અને દહેશત વચ્ચે અનેક લોકોના ટપોટપ મોત થવા લાગ્યા છે. કોરોનાના પ્રથમ વેવમાં ડોક્ટરને પણ ખબર ન હતી કે, કઈ રીતે ટ્રીટમેન્ટ અને કઈ ગાઈડલાઈનનું પાલન કરવાનું છે. તેમ છતાં ડોક્ટર પોતાની તમામ મહેનતથી માનવજીવ બચવવા પ્રયાસ કરતા હતા. તેમાં પણ બીજી લહેરમાં કોરોનાથી અનેક બળકો સંક્રમિત થવા લાગ્યા હતા. જેના માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડોક્ટર ચારુલ મહેતા અને તેમની ટીમે બાળકોને કોરોનામાં બચાવવા માટે પ્રયાસ શરૂ કર્યા હતા.

ડો.અનુયા ચૌહાણ અને હેપ્પી પટેલે મારો સાથ આપ્યોઃ ડો.ચારુલ મહેતા
ડોક્ટર ચારુલ મહેતાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હું પણ એક માતા છું, મારા બે બાળકો રોજ ઘરે જાઉં ત્યારે બાળકો મને દોડીને મળવા આવે, ત્યારે હું તેમને રોકતી અને આજે પણ એ જ પ્રમાણે કરું છું. આવી સ્થિતિ છેલ્લા એક વર્ષથી છે. હું અને મારી ટીમના ડોક્ટર અનુયા ચૌહાણ અને હેપ્પી પટેલે આ કપરાકાળામાં મારો સાથ આપ્યો છે.

સારવાર હેઠળ રહેલા બાળકોના ખબર પૂછી રહેલા ડોક્ટર ચારુલ મહેતા
સારવાર હેઠળ રહેલા બાળકોના ખબર પૂછી રહેલા ડોક્ટર ચારુલ મહેતા

બાળકોને સાજા થતાં જોઈને ખૂબ આનંદ થાય છેઃ ડો.ચારુલ મહેતા
ડોક્ટર ચારુલ મહેતા આગળ કહે છે કે, ગયા વર્ષે જ્યારે બાળકો સંક્રમિત થઈને આવતા ત્યારે તેમની સારવાર કરવી એક ચેલેન્જ હતી. તમામ ગાઈડલાઈન અનુસરીને નાના ભૂલકાઓની સારવાર કરવી પડતી હતી. અત્યાર સુધી 200થી વધુ બાળકોને અમે સારવાર આપી ચુક્યા છીએ. બાળકો કોરોનાની સારવાર અને તેમના સાજા થતાં જોઈને ખૂબ આનંદ થાય છે. હું અને મારી ટીમને આમ કામ કરવા ખૂબ ચેલેંજ તો છે પણ આનંદ આનંદ થાય છે.

અન્ય સમાચારો પણ છે...