તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યોજનાનો પ્રારંભ:માતા અને બાળકની તંદુરસ્તી પરિવાર અને સમાજની જવાબદારી, ગૃહમંત્રી અમિત શાહે સગર્ભા મહિલાઓને પૌષ્ટિક લાડુનું વિતરણ કર્યું

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગૃહમંત્રી અમિત શાહ - Divya Bhaskar
ગૃહમંત્રી અમિત શાહ
  • અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા અને દસ્ક્રોઈ તાલુકાની સગર્ભા બહેનોને પૌષ્ટિક લાડુનું વિતરણ કરાયું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવ્યાં છે. આજે તેમણે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના નિધરાડ ખાતે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સગર્ભા મહિલાઓ માટે પૌષ્ટિક લાડુ વિતરણ યોજનાનો શુભારંભ કરાવ્યો છે.આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા અને દસ્ક્રોઈ તાલુકાની સગર્ભા બહેનોને પૌષ્ટિક લાડુનું વિતરણ કરવામાં આવ્યું છે. અમિત શાહે લાડુ વિતરણ રથને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રથ અમદાવાદ જિલ્લાની 4 હજાર અને ગાંધીનગર જિલ્લાની 3 હજાર સગર્ભા મહિલાઓના ઘરે જઈ લાડુનું વિતરણ કરશે.

મહિનાના 15 મગસના લાડુ ગર્ભવતી મહિલાઓને અપાશે
ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, આજે જન્માષ્ટમીનો પાવન પ્રસંગ છે. આજથી આશરે 5100 વર્ષ પહેલા કૃષ્ણનો જન્મ થયો હતો. આજના દિવસે દેશ અને દુનિયામાં કરોડો લોકો પોતાના ઘરમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવે છે અને લોકોને શુભેચ્છાઓ પણ આપે છે. ભગવાન કૃષ્ણ જીવન ભારતભરમાં ફર્યા અને ધર્મની સ્થાપના કરી. તેમણે ઉમેર્યું હતું કે, આજે પેરાલિમ્પિક્સમાં આપણે ચાર મેડલ જીત્યા છે. ગુજરાતની દીકરી ભાવિનાએ પણ દેશની સાથે સાથે ગુજરાતનું નામ પણ રોશન કર્યું છે. તેમને બધાને શુભેચ્છાઓ આપું છું. આજે જન્માષ્ટમી છે અને બાળ ગોપાલને તંદુરસ્ત બાળકોના મોડલ માનવામાં આવે છે. આજના જ દિવસે, મારા ગાંધીનગર ક્ષેત્રમાં આશરે 60 હજાર માતાઓને કુપોષણ વિરુદ્ધ લડવા માટે સ્વંયમસેવી સંસ્થાઓનાં માધ્યમથી મહિનાના 15 મગસના લાડુ ગર્ભવતી મહિલાઓને આપીશું.

સગર્ભા સ્ત્રી સ્વસ્થ ન હોય તો સ્વસ્થ બાળકનો જન્મ થતો નથી
અમિત શાહે કહ્યુ કે, જો સગર્ભા સ્ત્રી સ્વસ્થ ન હોય તો સ્વસ્થ બાળકનો જન્મ થતો નથી. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીએ કુપોષણ સામે જે અભિયાન શરૂ કર્યું હતું તે આજે આંદોલન બની ગયું છે. તેમણે સગર્ભા મહિલાઓને અપીલ કરી હતી કે આ લાડુ તમારા માટે છે અને તમારે ખાવા જોઈએ. શાહે કહ્યુ કે, યોગ્ય વ્યક્તિ સરકારી યોજનાના લાભથી વંચિત ન થઈ જાય તે જોવાની જવાબદારી આપણી છે.

વ્યક્તિ જ કુપોષણનો શિકાર હોય તો કોઇ સુવિધા કામ નથી લાગતી
તેમણે વધુમાં જણાવ્યું કે, જો વ્યક્તિ જ કુપોષણનો શિકાર હોય તો કોઇ સુવિધા કામ નથી લાગતી. ગાંધીનગરમાં ક્ષેત્રમાં તમામ જનજન સુધી બધી યોજનાઓ પહોંચે તેનો જન પ્રતિનિધિ ખ્યાલ રાખે.“સહી પોષણ, દેશ રોશન” તેમજ “હર ઘર પોષણ”ના વિચારને સાર્થક કરતાં આ કાર્યક્રમના લાભાર્થી બહેનોને સંબોધીને કેન્દ્રીય ગૃહમંત્રીએ પત્ર પણ લખ્યો છે. આ પત્રમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ સગર્ભા બહેનોને પોષક અને સમતોલ આહાર લેવાનો આગ્રહ કરતાં લખ્યું છે કે, સગર્ભાવસ્થાથી બાળકની 2 વર્ષની ઉંમર સુધીનો 1 હજાર દિવસનો સમયગાળો સુવર્ણ દિવસ ગણાય છે. આ સમય દરમિયાન માતા અને બાળકની તંદુરસ્તી અને સલામતી એ પરિવારની અને સમાજની જવાબદારી છે.