સ્કૂલ સંચાલકોનો નિર્ણય:ખૂબ ઓછી રહેતાં મોટા ભાગની સ્કૂલો 3 દિવસ પછી શરૂ કરવાનો નિર્ણય

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ધો.1થી 5 શરૂ થયાના પહેલા દિવસે શહેરની સ્કૂલોમાં 15 ટકા વાલીઓએ પોતાના બાળકોને સ્કૂલે મોકલવાની મંજૂરી આપી છે. પરંતુ સ્કૂલ સંચાલકોને આશા છે કે આવનારા સમયમાં જ વાલીઓની મંજૂરી આપવાની સંખ્યામાં વધારો થશે. વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાને કારણે મોટાભાગના સ્કૂલ સંચાલકોએ ત્રણ દિવસ પછી શરૂ કરશે. સંચાલકો વાલીઓના ઉત્સાહને ધ્યાને લઇને જ સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લેશે.રાજ્યના અન્ય શહેરોની સરખામણીએ અમદાવાદમાં વાલીઓમાં અને સ્કૂલ સંચાલકોમાં ઓછો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટાભાગના સ્કૂલ સંચાલકોએ પહેલા દિવસે ઓનલાઇન જ વર્ગો શરૂ રાખ્યા હતા.

વાલીઓની મંજૂરી વધવાની સ્કૂલોને આશા
પહેલા દિવસે અમદાવાદની સ્કૂલોમાં 15 ટકા વાલીએ બાળકોને સ્કૂલે મોકલવા મંજૂરી આપી છે. આવનારા દિવસોમાં મંજૂરી આપનારા વાલીઓની સંખ્યામાં વધારો થશે. ધો.1થી 5ના બાળકોના અભ્યાસ પર હવે હકારાત્મક અસર થશે. - હિતેષ પટેલ, પ્રમુખ - શાળા સંચાલક મંડળ

અન્ય સમાચારો પણ છે...