સ્માર્ટકાર્ડનો અભાવથી અવ્યવસ્થા:ડ્રાઇવિંગ લાઇસન્સના કાર્ડ ન હોવાથી મોટાભાગની RTOમાં કામગીરી બંધ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • રાજ્યમાં પડતર લાઇસન્સનો આંકડો એક લાખને પાર કરી ગયો
  • વાહનવ્યવહાર અધિકારીઓના​​​​​​​ વાંકે અરજદારો લાઇસન્સ માટે આરટીઓના ધક્કા ખાય છે

વાહનના ડ્રાઇવિંગ લાઇસન્સના કાર્ડ નહીં હોવાથી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યની મોટાભાગની આરટીઓ કચેરીમાં કામગીરી બંધ થઇ ગઇ છે. વાહનવ્યવહારના અધિકારીઓના વાંકે અરજદારો લાઇસન્સ માટે આરટીઓના ધક્કા ખાય છે. રાજ્યમાં પડતર લાઇસન્સનો આંકડો એક લાખને પાર કરી ગયો છે.

કંપનીના અગ્રણી અમરીષ પંચાલે કહ્યું કે, ગત સપ્ટેમ્બરમાં કોન્ટ્રાક્ટ પૂરો થઇ ગયો છે. જેથી નવા કોન્ટ્રાક્ટને લઇને વાહનવ્યવહાર વિભાગ તરફથી કોઇ સ્પષ્ટતા નહીં થતાં લાઇસન્સ માટેના નવા કાર્ડ ગણતરીના મંગાવવામાં આવે છે.

સુભાષબ્રિજ આરટીઓ આર.એસ.દેસાઇએ લાઇસન્સના કાર્ડ બે દિવસમાં આવી જવાનો દાવો કરતા કહ્યું કે, હાલ પેન્ડિંગનો આંકડો વધુ નથી. લાઇસન્સ અંગેની એક પણ ફરિયાદ આવી નથી. અમદાવાદની વસ્ત્રાલ, સુભાષબ્રિજ, બા‌વળા મળી ત્રણેય આરટીઓ કચેરીમાં રોજના બે હજારથી વધુ લોકો લાઇસન્સની પૂછપરછ માટે આવે છે. આરટીઓમાં ફોન નહીં ઉપાડતા લોકોને ઇન્કવાયરી માટે રૂબરૂ આવવું પડે છે. લાઇસન્સ કયારે આવશે? તેની ઉચ્ચઅધિકારીઓ કે કંપનીના અધિકારીઓ કોઇ સ્પષ્ટતા કરતા નથી.

અકસ્માતના કિસ્સામાં વધુ તકલીફ
હાલની સ્થિતિમાં અકસ્માતના કિસ્સામાં વાહન ચાલક લાઇસન્સ રજૂ કરી શક્તો નથી. જેથી લાઇસન્સ સસ્પેન્ડ પણ થાય નહીં. કોઇને બહારગામ જવું હોય તો વગર ડ્રાઇવિંગ લાઇસન્સે જવું પડે છે. કોઇ પણ પુરાવા માટે લાઇસન્સ રજૂ કરી શકતા નથી.

અમદાવાદની RTOને પણ અસર થઈ
અમદાવાદમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા પછી અરજદારને 15 દિવસમાં ઘરે લાઇસન્સ મળી જવાનો ઇન્સ્પેકટરો દાવો કરે છે. પરંતુ હકીકતમાં સ્માર્ટ ચીફ કંપનીએ લાઇસન્સના કાર્ડ મંગાવ્યા નહીં હોવાથી લાઇસન્સ વિભાગમાં કાર્ડ તૈયાર કરવાની કામગીરી બંધ થઇ ગઇ છે.

વીઆઇપી લાઇસન્સ માટે કાર્ડ છે
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોઇ વીઆઇપીના પરિવારજનો ડ્રાઇવિંગ ટેસ્ટ આપે તો ત્વરિત ડ્રાઇવિંગ લાઇસન્સ મળી જાય છે. વીઆઇપી કાર્ડ માટે આરટીઓ અથવા એઆરટીઓ અધિકારી રૂબરૂમાં કંપનીના જવાબદાર અધિકારીને સૂચના આપે તો હાલની સ્થિતિમાં કાર્ડ બની જાય છે.

અન્ય સમાચારો પણ છે...