તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની રસી:સરખેજ, બહેરામપુરા, દાણીલીમડા, રખિયાલ, ગોમતીપુરમાં મોટાભાગના લોકો વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવતા નથી

અમદાવાદ4 મહિનો પહેલાલેખક: મૃગાંક પટેલ
 • કૉપી લિંક
તસવીર: કોરોના વેક્સિનની જાળવણી માટે કોલ્ડ સ્ટોરેજ. - Divya Bhaskar
તસવીર: કોરોના વેક્સિનની જાળવણી માટે કોલ્ડ સ્ટોરેજ.
 • કોરોનાની રસી માટે 50થી વધુની વયના અને 50થી ઓછી વયના ગંભીર બીમારી ધરાવતા 6,86,715નો સરવે કરાયો
 • વેક્સિન માટે પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 1.30 લાખ, જ્યારે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં માત્ર 46 હજાર લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું, 5 દિવસમાં 6625 લોકોની ઓનલાઈન નોંધણી

શહેરના તમામ 48 વોર્ડમાં કોરોનાની વેક્સિન માટે 50થી વધુ વયના અને 50થી ઓછી વયના પરંતુ ગંભીર બીમારી ધરાવતા લોકોના સરવે અને નોંધણીની કામગીરી અંતિમ તબક્કામાં છે. ત્યારે છેલ્લા 25 દિવસથી ચાલતી આ પ્રક્રિયામાં 6,86,715 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જો કે, આ સરવે દરમિયાન સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, મુસ્લિમ વિસ્તાર જેવા કે સરખેજ, બહેરામપુરા, દાણીલીમડા, રખિયાલ, ગોમતીપુર તેમજ મક્તમપુરામાં મોટાભાગના લોકોએ વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવવાનો ધરાર ઈન્કાર કર્યો છે. ચોક્કસ પ્રકારની માન્યતાઓને કારણે આ વિસ્તારમાં લોકો રજિસ્ટ્રેશન કરાવતા ડરી રહ્યા હોવાનું હેલ્થ વિભાગના સૂત્રોનું કહેવું છે.

સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં 1.30 લાખ લોકોએ વેક્સિન લેવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે સૌથી ઓછું માત્ર 46 હજાર લોકોનું રજિસ્ટ્રેશન દક્ષિણ પશ્ચિમ ઝોનમાં થયું છે. આ ઝોનમાં સરખેજ અને મક્તમપુરા વોર્ડનો સમાવેશ થાય છે. બીજી તરફ છેલ્લા 5 દિવસથી મ્યુનિ.એ વેક્સિન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કર્યું છે. જેમાં 6225 લોકોએ નોંધણી કરાવી છે. 50 વર્ષથી ઓછી ઉંમરના પરંતુ ગંભીર બીમારી ધરાવતા શહેરમાં કુલ 27250 લોકોએ નોંધણી કરાવી છે. જાન્યુઆરીના અંત સુધીમાં વેક્સિન આવી શકે છે તેવું હેલ્થ વિભાગના અધિકારીઓનું કહેવું છે. જેના ભાગરૂપે આ કવાયત હાથ ધરી છે.

શરદી, ખાંસી કે તાવવાળાને રસીકરણ કેન્દ્ર પર પ્રવેશ નહીં

ઝોન50થી વધુ ઉંમરની વ્યક્તિગંભીર બીમારીવાળા (50થી ઓછી ઉંમરના)કુલ
ઉત્તર1067183982110700
પશ્ચિમ1305143706134220
દક્ષિણ78459750185960
પૂર્વ93377285296229
મધ્ય92752379996551
ઉ. પશ્ચિમ1067961452108248
દ. પશ્ચિમ46701148148182
કુલ65531724773680090
ઓનલાઈન404824776625

​​​​​​રસી માટે કવાયત

 • 5200ને ટ્રેનિંગ અપાઈ
 • 33639 સરકારી ડોક્ટર તેમજ હેલ્થ વર્કરોનું રજિસ્ટ્રેશન
 • 19607 ખાનગી ડોક્ટર તેમજ હેલ્થ વર્કરનું રજિસ્ટ્રેશન
 • વેક્સિન માટે ટીમો

20 મેટરનિટી હોમ

 • 300 અર્બન હેલ્થ સેન્ટર
 • 28 સીએચસી સેન્ટર
 • 34 મ્યુનિ. હોસ્પિટલ
 • 382 કુલ ટીમ

રસીકરણ કેન્દ્ર પર આ સાવચેતી રાખવી

 • શરદી, ખાંસી કે તાવવાળાને પ્રવેશ નહીં અપાય.
 • શરીરનું તાપમાન ચેક કરવું.
 • હાથ સેનિટાઈઝ કરવા પડશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો