તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ધો.11 સામાન્ય પ્રવાહમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી, મોટાભાગની અગ્રણી સ્કૂલોએ પોતાના વિદ્યાર્થીને અગ્રતા આપી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ધો.10માં માસ પ્રમોશનને કારણે ધો.11માં પ્રવેશની સમસ્યા ઉભી થઇ છે. વિજ્ઞાન પ્રવાહમાં કેન્દ્રીય ધોરણે પ્રવેશ પ્રક્રિયા થશે. પણ સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીઓને પ્રવેશની મુશ્કેલી પડી રહી છે. અમદાવાદની અગ્રણી સ્કૂલોએ ધો.11 સામાન્ય પ્રવાહના પ્રવેશમાં પહેલા પોતાના વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપતા જે સ્કૂલોમાં ધો.11-12 નથી, તે સ્કૂલોના વિદ્યાર્થીઓને પ્રવેશમાં સમસ્યા છે. ઘણાં વિદ્યાર્થીઓને 95 પર્સન્ટાઇલ હોવા છતાં પણ સારી સ્કૂલોમાં સામાન્ય પ્રવાહમાં એડમિશન મળતું નથી. આ પહેલાના વર્ષોમાં ધો.10માં બોર્ડનું રિઝલ્ટ જાહેર થતું, તેમાં 30 ટકા જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થતા હોવાથી ધો.11મા સરળતાથી એડમિશન મળતું હતું. જ્યારે આ વર્ષે સ્કૂલોમાં પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધતાં ધો.11મા પ્રવેશ માટે વિદ્યાર્થીઓને 3-4 સ્કૂલોમાં એપ્લિકેશન આપવી પડે છે.

HBK સિવાયનાને પ્રવેશ આપી શકાય તેમ નથી
મારી સ્કૂલના ધો.10ના 465 વિદ્યાર્થીમાંથી 300ને મેરિટને આધારે કોર્મસમાં પ્રવેશ આપ્યો છે. બાકીના 100 વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં જશે, જેટલા વિદ્યાર્થીઓ વધશે તેટલા માટે હું વર્ગ ‌વધારો માગી લઇશ. - મુક્તક કાપડિયા, એચ.બી. કે. સ્કૂલ મેનેજિંગ ટ્રસ્ટી

સ્કૂલો પોતાના વિદ્યાર્થીને અગ્રતા આપશે
સામાન્ય પ્રવાહમાં સ્કૂલો પહેલા પોતાના વિદ્યાર્થીઓને એડમિશન આપી શકે છે. માત્ર વિજ્ઞાન પ્રવાહના એડમિશનમાં અનામત નીતિનો અમલ કરવાનો રહેશે. - હિરેન્દ્રસિંહ પઢેરિયા, શહેર ડીઇઓ

અન્ય સમાચારો પણ છે...