તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Most Of Passengers At Railways And Airports Came With Negative Reports Of RT PCR, Corona Testing System At Railway Stations Was Extended

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુસાફરો સતર્ક:રેલવે અને એરપોર્ટ પર મોટાભાગના મુસાફરો RT-PCRનો નેગેટિવ રિપોર્ટ લઈને આવ્યા, રેલવે સ્ટેશન પર કોરોના ટેસ્ટિંગની વ્યવસ્થા વધારાઈ

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
એરપોર્ટ અને રેલવે ખાતે મુસાફરોનું ચેકિંગ કરીને એન્ટ્રી અને એક્ઝિટ અપાતી હતી - Divya Bhaskar
એરપોર્ટ અને રેલવે ખાતે મુસાફરોનું ચેકિંગ કરીને એન્ટ્રી અને એક્ઝિટ અપાતી હતી
  • AMCની મેડિકલ અને રેલવેની ટીમે તમામ મુસાફરોનું ચેકિંગ કર્યું

ગુજરાતમાં અન્ય રાજ્યથી આવતા તમામ મુસાફરો માટે RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. ત્યારે એરપોર્ટ, રેલવે અને એસ.ટી. વિભાગને સરકારે સૂચના આપી છે. ત્યારે મુસાફરો હવે RT-PCRનો નેગેટિવ રિપોર્ટ લઈને આવતા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ રેલવે સ્ટેશન અને એરપોર્ટ ખાતે આવતા મોટાભાગના મુસાફરો RT-PCRનો નેગેટિવ રિપોર્ટ લઈને આવ્યા હતા.

મુસાફરનો RT-PCR ટેસ્ટ નેગેટિવ હોવો જરૂરી છે
સમગ્ર દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, જેમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. જેને લઈને તમામ રાજ્યોથી જો કોઈ મુસાફર RT-PCR ટેસ્ટ વગર ગુજરાતમાં આવશે તો તેને બોર્ડર પર રોકી દેવામાં આવશે. જ્યારે જો એ એરપોર્ટ અને રેલવેના માર્ગે આવે તો તેને માટે ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે ગુજરાતમાં પણ દરરોજ નવા કેસ સામે આવી રહ્યા છે. જેને પગલે રાજ્ય સરકાર દ્વારા ઘણા આકરા નિર્ણયો લેવા પડ્યા છે. જેમાં 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો હતો. રાજ્યમાં સૌથી વધારે કેસ નોંધાતા અમદાવાદ શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશન પણ બંધ કરી દેવામાં આવ્યું છે. કોરોનાના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટે રાજ્ય સરકાર તમામ વિભાગના અધિકારીઓને આદેશ આપ્યા છે.

મોટાભાગના રેલવે પેસેન્જર્સ RT-PCRનો નેગેટિવ રિપોર્ટ લઈને મુસાફરી કરી
મોટાભાગના રેલવે પેસેન્જર્સ RT-PCRનો નેગેટિવ રિપોર્ટ લઈને મુસાફરી કરી

રેલવે સ્ટેશન પર AMC અને રેલવેની ટીમે મળીને યાત્રીઓનું ચેકિંગ હાથ ધર્યું
અમદાવાદ રેલવે સ્ટેશન પર ધીમે-ધીમે હવે ટ્રેનો શરૂ કરવામાં આવી રહી છે. કોરોના મહામારીના કારણે પહેલા સ્પેશિયલ ટ્રેનો જ દોડતી હતી. પરંતુ હવે લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. જોકે તેને પગલે યાત્રીઓનો ધસારો વધી ગયો છે. સાથે રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ તમામ લોકોનો RT-PCR નેગેટિવ રિપોર્ટ છે કે નહીં તે ચેક કરવામાં આવી રહ્યું છે. જેમાં AMC અને રેલવેની ટીમ મળીને ચેકિંગ કરી રહી છે. મોટાભાગના લોકો રિપોર્ટ લઈને આવે છે. બાકીના લોકોએ સ્ટેશન પર કોર્પોરેશનની મેડિકલ ટીમે પાસે RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો.

એરપોર્ટ ખાતે પણ RT-PCRનો નેગેટિવ રિપોર્ટ સાથે જ પેસેન્જર આવ્યા
એરપોર્ટ ખાતે પણ RT-PCRનો નેગેટિવ રિપોર્ટ સાથે જ પેસેન્જર આવ્યા

એરપોર્ટ પર નેગેટિવ રિપોર્ટ વગર પ્રવેશ નહીં
અમદાવાદ એરપોર્ટ પર પણ સરકાર ની ગાઈડલાઈન મુજબ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં તમામ પેસેન્જર નો RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ હોય તો જ તેમેને ફ્લાઇટમાં બેસવા દેવામાં આવે છે. જેને પાસે રિપોર્ટ ન હોય તો તેને પ્રવેશ પર મનાઈ ફરમાવવામાં આવી છે. પેસેન્જરને ટેસ્ટ કરાવા માટે જણાવવામાં આવે છે, જ્યાં સુધી રિપોર્ટ ન આવે ત્યાં સુધી તેને એરપોર્ટની બહાર જ બેસી રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે. એરપોર્ટની અંદર અને બહાર RT-PCR ટેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. એરપોર્ટ પર પણ લોકો અગાઉથી રિપોર્ટ લઈને જ આવે છે જેથી તેમને મુસાફરીમાં કોઈ તકલીફ ન પડે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો