મેલેરિયા વિભાગના ડોક્ટરનું રિસર્ચ:મચ્છર પણ હદ બહાર જતા નથી, ગ્રામીણ વિસ્તારના મચ્છર શહેરમાં, શહેરી મચ્છર ગામડામાં કરડતા નથી

અમદાવાદ5 મહિનો પહેલાલેખક: ચિરાગ રાવલ
  • કૉપી લિંક
  • રાજ્યમાં કુલ 23 પ્રકારના મચ્છર જોવા મળે છે
  • માદા મચ્છરનું આયુષ્ય 30 દિવસનું હોય છે અને દર 3 દિવસે ઈંડાં મૂકે છે

જિલ્લા પંચાયત મેલેરિયા વિભાગના એક ડોક્ટરના રિસર્ચ મુજબ મચ્છરના શરીરની ચયાપચયની ક્રિયાના લીધે ગામડાંના મચ્છર, શહેરી વિસ્તારમાં, શહેરના મચ્છર ગ્રામીણ વિસ્તારમાં અને જંગલના મચ્છર શહેર કે ગામડાંમાં કરડતા નથી. શહેરના મચ્છરને ગામડાંમાં લઇ જવાય તો તેની ચયાપચયની ક્રિયા સાથે વાતાવરણ બદલાતા તે કરડવા સક્ષમ રહેતા નથી. એટલેકે મચ્છરો પોતાના હદની બહાર કરડવા માટે સક્ષમ નથી. જિલ્લા પંચાયત મેલેરિયા વિભાગના ડો.એન.એલ.રાઠોડે કહ્યું, એનોફિલિસ માદા મચ્છર ઇંડાં મુક્યા પછી તે ઇંડાંમાંથી લાર્વા(પોરા), પ્યુપા(કોસેટો)અને પછી પુખ્ત મચ્છર થાય છે. આ સમગગાળો 8-9 દિવસનો રહે છે. નર મચ્છરનું આયુષ્ય માત્ર 7 દિવસ હોય છે અને તે લોહી પીતો નથી. એડીસ-ઇજીપ્તિ ચેપી માદા મચ્છર દિવસે કરડે તો ચિકનગુનિયા અને ડેન્ગ્યુના થાય છે.

જિલ્લા સીડીએચઓ ડો.શૈલેષ પરમારે કહ્યું, એક અભ્યાસ મુજબ વિશ્વના 431માંથી 70 પ્રકારના મચ્છર મેલેરિયા ફેલાવે છે. ભારતમાં જોવા મળતાં 58માંથી 10 પ્રકારના મચ્છરો મેલેરિયા ફેલાવે છે. 23 પ્રકારના મચ્છરો ગુજરાતમાં છે, પણ ત્રણ પ્રકારના મેલેરિયા ફેલાવે છે.

મચ્છરનું ઉદભવ સ્થાન
તળાવો, જળાશયો, બારેમાસ પાણી રહેતું હોય તેવા સ્થળો, ટાંકી, ખુલ્લા માટલા, ટાયર, પ્લાસ્ટિકના ડબલા, પક્ષીકૂંજ, બિનવપરાશી મકાનના ધાબા, ખાડામાં ભરાતા પાણીમાં મચ્છરની ઉત્પત્તિ થાય છે.

માદા મચ્છર માણસ, પશુનું લોહી પીએ છે
માદા મચ્છરનો ખોરાક મુખ્યત્વે લોહી છે, એટલે તે માણસ, પશુ, પક્ષીનું લોહી પીએ છે. માદા મચ્છર દર 3 દિવસે ઇંડા મુકે છે. માદા મચ્છરનું આયુષ્ય 30 દિવસનું હોય છે. એટલે તેના જીવનકાળ દરમિયાન 10-12 વાર ઇંડા મુકે છે. એકવખતે 150-200 ઇંડાં મુકે છે. પાણી ભરાતા સ્થળોએ પ્રતિ સપ્તાહ અબેટ નાની દવા નખાય છે. જેનાથી લાર્વામાંથી પ્યુપા થતા નથી. પોરાભક્ષક ગપ્પી અને ગમ્બુશિયા માછલીથી મચ્છરની ઉત્પત્તિ અટકાવાય છે.

આ 3 પ્રકારના મચ્છર મેલેરિયા ફેલાવે છે
ગુજરાતના 23 પ્રકારના મચ્છરોમાંથી ગામડાંમાં એનોફિલિશ ક્યુલેસિફેસીસ, શહેરમાં એનોફિલીસ સ્ટિફનસાઇ અને જંગલ વિસ્તારોમાં એનોફિલીસ ફ્લુવિયાટિલીસ મચ્છર હોય છે. ભરાયેલા પાણીમાં એક જ વારમાં 150થી 200 ઇંડા મુકે છે. જે પુખ્ત થયા પછી મેલેરિયા ફેલાવે છે.

અન્ય સમાચારો પણ છે...