AMCનું ચેકિંગ:અમદાવાદના બોપલ ફાયર સ્ટેશન, નરોડા ગ્વાલિયા સ્વીટ, પ્રધાનમંત્રી આવાસ યોજનાની સાઈટ પરથી મચ્છરોના બ્રિડિંગ મળ્યા, 254ને નોટિસ આપી રૂ. 6.26 લાખનો દંડ વસૂલ્યો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોગ્ય વિભાગની મચ્છરના બ્રિડિંગ શોધવાની કામગીરી કરી - ફાઈલ તસ્વીર - Divya Bhaskar
આરોગ્ય વિભાગની મચ્છરના બ્રિડિંગ શોધવાની કામગીરી કરી - ફાઈલ તસ્વીર
  • આરોગ્ય વિભાગ દ્વારા શહેરના 380 જેટલા કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ચેકિંગ કરી 254 એકમોને નોટીસ ફટકારી દંડ વસૂલવામાં આવ્યો છે

ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે મચ્છરજન્ય રોગો પણ વધ્યા છે. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના કેસો સામે આવ્યા છે. જેથી આરોગ્ય વિભાગ હવે ઊંઘમાંથી જાગી મચ્છરના બ્રિડિંગ શોધવાની કામગીરી શરૂ કરી છે. આજે આરોગ્ય વિભાગે શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઇટ, કોમર્શિયલ કોમ્પલેસ અને દુકાનોમાં પર ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં નિકોલ અને નવરંગપુરામાં બનતા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનના બાંધકામ, બોપલ ફાયર સ્ટેશન, ચાંદખેડામાં દેવ હોમ ટાઉન - 4, બોડકદેવમાં શિલ્પ કોમર્શિયલ હાઉસ, સરખેજમાં અપાર ડ્રિમ હોમ્સ, સરખેજમા પટેલ ટ્રાવેલ્સ, નવાવાડજમાં રાજવી રિવેરા, નરોડા ગ્વાલિયા સ્વીટ માર્ટ, લાંભા કેસર સીટી સહિતની જગ્યાએ મચ્છરોના બ્રિડિંગ મળતા તેઓને નોટિસ આપી દંડ ફટકારવામાં આવ્યો છે.

ફાઈલ તસ્વીર
ફાઈલ તસ્વીર

7 ઝોનમાં કાર્યવાહી ધરવામાં આવી
આજે હેલ્થ વિભાગે શહેરના 380 જેટલી કન્સ્ટ્રક્શન સાઇટ અને કોમર્શિયલ કોમ્પ્લેક્ષ, દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 254 એકમોને નોટિસ ફટકારી અને દંડ વસુલવામાં આવ્યો છે. 6 લાખ 26 હજાર જેટલો દંડ આજે કોર્પોરેશન દ્વારા વસુલવામાં આવ્યો છે.અલગ અલગ 7 ઝોનમાં આજે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને નોટિસ તેમજ દંડની કાર્યવાહી કરવામાં આવી હતી.

ફાઈલ તસ્વીર
ફાઈલ તસ્વીર

વરસાદી પાણીનો નિકાલ કરવાની સૂચના અપાય છે
હેલ્થ વિભાગ દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવા માટે પણ અનેક વખત સૂચના આપવામાં આવી છે. જરૂરિયાત મુજબ જ પાણી ભરી રાખવાનું કહ્યું છે. પાણીની ટાંકીના ઢાંકણ ફિટ બંધ કરવા માટે કહેવામાં આવ્યું છે. છતાં પણ અનેક એકમો બેદરકારી દાખવે છે. જેથી મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છર ઉપદ્રવ ફેલાવે છે. અગાઉ પણ કોર્પોરેશન દ્વારા ખાલી પડેલા કારખાના, ઇન્સ્ટિટ્યૂટ વગેરેમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને વરસાદી પાણીના નિકાલ માટેની સુચના આપવામાં આવી હતી.