મચ્છરોનો ઉપદ્રવ વધ્યો:વરસાદી પાણી ઓસરતાં 2500થી વધુ ઘરમાં મચ્છરનાં બ્રીડિંગ મળ્યાં, બે દિવસમાં 1.39 લાખ ઘરોમાં તપાસ કરવામાં આવી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેલેરિયા, ડેન્ગ્યુનો ઉપદ્રવ રોકવા ફોગિંગ સહિતની કામગીરી

તાજેતરમાં પડેલા વરસાદ પછી ઠેર ઠેર ભરાયેલાં પાણી ઉતરતા હવે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. મ્યુનિ.ના હેલ્થ વિભાગે કરેલી તપાસમાં વિવિધ વિસ્તારમાં 2500થી વધુ ઘરમાંથી મચ્છરના બ્રીડિંગ મળ્યા છે. મચ્છરોનો ઉપદ્રવ નાથવા મ્યુનિ. હેલ્થ વિભાગે બે દિવસમાં 1.39 લાખ ઘરમાં તપાસ કરી હતી.98763 ઘરોમાં મચ્છરો માટે ઇન્ટ્રા ડોમેસ્ટિક કામગીરી કરાઈ હતી.

ખુલ્લી જગ્યામાં ભરાયેલા પાણીમાં મચ્છરોના લારવાનો નાશ કરવા માટે મ્યુનિ.એ 544 લિટર મોસ્કીટો લાર્વીસાઇડ ઓઇલનો છંટકાવ કરાયો હતો. સાથે 16 સ્થળે પોરાભક્ષક માછલી મુકી હતી. ડેન્ગ્યુ માટે પણ મ્યુનિ. દ્વારા 203 જેટલા સેમ્પલ લઇ તપાસ હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...