AMCનું ચેકિંગ:અમદાવાદમાં 893 ઘરોમાંથી મચ્છરોના બ્રિડિંગ મળ્યા, છારોડી, નરોડા અને ચાંદખેડા સહિતના વિસ્તારોમાં નોટિસ ફટકારાઈ

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
893 સાઈટ્સ પરથી મચ્છરોના બ્રિડિંગ મળ્યા - Divya Bhaskar
893 સાઈટ્સ પરથી મચ્છરોના બ્રિડિંગ મળ્યા

અમદાવાદ શહેરમાં થયેલાં ભારે વરસાદના કારણે મચ્છરજન્ય રોગો ન વધે તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરના બ્રિડીંગ અંગેની ચેકિંગ કામગીરી કરવામાં આવી રહી છે. જેને પગલે 893 ઘરોમાંથી મચ્છરના બ્રિડિંગ મળતાં નોટિસ ફટકારવામાં આવી છે.

1.66 લાખનો દંડ વસૂલાયો
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર આજે આરોગ્ય- મેલેરિયા વિભાગની ટીમ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારમાં 626 જેટલી ફ્લેટ સોસાયટીમાં આવેલા 64401 જેટલા ઘરોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 893 ઘરોમાં મચ્છરોના બ્રિડિંગ મળી આવતા તેઓને નોટિસ ફટકારવામાં આવી છે. કુલ 1.66 લાખનો દંડ પણ વસુલ કરવામાં આવ્યો છે. છારોડી વિસ્તારમાં આવેલી માલાબાર કાઉન્ટી 1 -2, નરોડામાં શ્યામવેદ એલીગન્સ, ચાંદખેડામાં કે બી રોયલ ફિનોકસ વગેરે ફ્લેટ અને સોસાયટીઓમાંથી બ્રીડિંગ મળતા તેઓને નોટિસ ફટકારવામાં આવી છે.

કઈ કઈ સાઈટ પરથી મચ્છરોના બ્રિડીંગ મળ્યા જણવા અહીં ક્લિક કરો

આગામી દિવસોમાં ચેકિંગ હાથ ધરવામાં આવશે
મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અને મેલેરીયા વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં વરસાદ બાદ દવાના છાંટકાવની કામગીરી કરવામાં આવી છે. વરસાદ બાદ મચ્છરોનો ઉપદ્રવ વધે નહિ તેના માટે તમામ કન્સ્ટ્રકશન અને કોમર્શિયલ સાઈટ ઉપર આરોગ્ય વિભાગ દ્વારા આગામી દિવસોમાં ચેકિંગ હાથ ધરવામાં આવશે. જો કોઇ સોસાયટી કે એકમમાં મચ્છરનો ઉપદ્રવ અટકાવવા માટે ફોગીંગ,જંતુનાશક દવાના છંટકાવની કામગીરી,મચ્છરના પોરા ચેકીંગ અને નાશ કરવાની કામગીરી માટે આ પ્રકારની કામગીરી કરતી એજન્સી પાસેથી કામ કરાવી શકે છે.જે માટે જરૂરી માહીતી તથા અવેરનેસ કાર્યક્રમ કરાવવા માંગતાં હોય તો મ્યુનિસીપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના અધિકારીનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.