તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

AMCની કાર્યવાહી:બે દિવસમાં 22 હજાર ઘરમાંથી મચ્છરનાં બ્રીડિંગ મળી આવ્યાં, ડેન્ગ્યુના કેસ વધતાં 2.46 લાખ ઘરમાં તપાસ કરી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ ઝોનમાં સૌથી વધુ 50,470 મકાનમાં તપાસ કરવામાં આવી

શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે, ત્યારે મચ્છરોના બ્રીડિંગ શોધીને તેનો નાશ કરવા માટે છેલ્લા બે દિવસથી મ્યુનિ. તંત્ર મેદાનમાં ઉતર્યું છે. મ્યુનિ.એ 246313 મકાનોની તપાસ કરી છે, જ્યારે 22106 જેટલા પાત્રોમાં મચ્છરોના બ્રીડિંગ મળી આવતાં તેનો નાશ કરવામાં આવ્યો છે.

ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે ત્યારે મચ્છરોના ઉપદ્રવને ડામવા મ્યુનિ.એ બે દિવસમાં 27 વોર્ડમાં 14 વ્હીકલ મશીનથી માઉન્ટેડ કોલ્ડ ફોગિંગ શરૂ કર્યું છે. પૂર્વ ઝોનમાં સૌથી વધુ 50,470 ઘરમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં મ્યુનિ.એ 5.56 લાખ જેટલા પાત્રોની પણ તપાસ કરાઈ હતી. જ્યારે શહેરમાં 92511 મકાનોમાં ફોગિંગની કામગીરી કરાઈ હતી.

સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં બ્રીડિંગ મળી આવ્યાં

ઝોનબ્રીડિંગ મળ્યા
મધ્ય630
દક્ષિણ1017
દ.પશ્ચિમ304
પશ્ચિમ1789
પૂર્વ421
ઉ.પશ્ચિમ318
કુલ22106
અન્ય સમાચારો પણ છે...