રોગચાળો વકર્યો:અમદાવાદમાં બાળકોમાં મચ્છર અને પાણીજન્ય બીમારીઓ વધી, છેલ્લા દોઢ મહિનામાં સિવિલમાં 5800 બાળકોએ સારવાર લીધી

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • સિવિલ હોસ્પિટલમાં દૈનિક 30 જેટલા બાળકોને ગંભીર અસર દેખાતા દાખલ કરવા પડે છે.
  • ઓગસ્ટ મહિનાના 14 દિવસમાં 2890 જેટલા બાળકો સિવિલમાં નોંધાયા.
  • સિવિલમાં જુલાઈમાં 2800થી વધુ બાળકો ઓપીડીમાં નોંધાયા હતા.

હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. એક બાજુ વરસાદ ખેંચાતા ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. મિશ્ર ઋતુને કારણે શહેરમાં બિમારીઓ ઘર કરી રહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. એક તરફ કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને અસર થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ શહેરની સિવિલ હોસ્પિટલમાં જ છેલ્લા દોઢ મહિનામાં ઋુતુગત બિમારીને કારણે 5800 બાળકોએ સારવાર લીધી છે.

જુલાઈ અને ઓગસ્ટમાં બાળકો વધુ બિમાર પડ્યાં
અમદાવાદ સિવિલમાં આવેલી OPDમાં જુલાઈ મહિનામાં 2900 બાળકોએ સારવાર લીધી હતી. જેમાંથી 1,037 બાળકોને દાખલ કરવાની ફરજ પડી હતી. ચાલુ મહિનામાં 16 ઓગસ્ટ સુધીમાં 1900 જેટલા બાળકો OPD માં સારવાર માટે નોંધાયા, જેમાંથી 636 બાળકોને દાખલ કરવાની ફરજ પડી છે. જુલાઈ મહિના કરતા ઓગસ્ટ મહિનામાં બીમાર પડી રહેલા બાળકોની સંખ્યામાં વધારો નોંધાયો છે.

સૌથી વધુ જુલાઈ અને ઓગસ્ટમાં બાળકો બિમાર પડ્યાં ( ફાઈલ ફોટો)
સૌથી વધુ જુલાઈ અને ઓગસ્ટમાં બાળકો બિમાર પડ્યાં ( ફાઈલ ફોટો)

ઋુતુના કારણે બાળકોમાં અલગ અલગ બીમારીના કેસ વધ્યા
વરસાદી માહોલ ગરમી અને બફારો આમ એકસાથે અલગ અલગ ઋતુના અનુભવના કારણે બાળકોમાં અલગ અલગ બીમારીના કેસ વધ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દોઢ મહિનામાં 5800 જેટલા બાળકો OPD મા આવ્યા હતા. જેમાં 1500 થી વધારે બાળકોને ગંભીર અસર દેખતા દાખલ કરવા પડયા હતા. જોકે રાહતની વાત એ પણ છે કે કોરોનાની અસર વાળું એક પણ બાળ દર્દી સિવિલમાં સારવાર હેઠળ નથી. બાળકોમાં ઋતુગત બીમારીઓ નું પ્રમાણ વધતાં દૈનિક 200 જેટલા બાળકો સિવિલમાં સારવાર માટે આવી રહ્યાં છે. દૈનિક 30 જેટલા બાળકોને ગંભીર અસર જણતાં એડમિટ કરવા પડે છે.

રોજના 150 જેટલા બાળકોના કેસ આવી રહ્યા છે.
સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં અત્યારે રોજના 150 જેટલા બાળકોના કેસ આવી રહ્યા છે, જેમાંથી રોજ 30 જેટલા બાળકોને દાખલ કરવા પડી રહ્યા છે. સિવિલ હોસ્પિટલના સૂત્રોએ કહ્યું કે, બાળકોમાં અલગ અલગ બીમારીના કેસમાં છેલ્લા કેટલાક દિવસોથી વધારો નોંધાયો છે, જેના કારણે સિવિલ હોસ્પિટલની ઓપીડી બાળ દર્દીઓથી ઊભરાઈ રહી છે. સિવિલમાં જુલાઈમાં 2800થી વધુ બાળકો ઓપીડીમાં નોંધાયા હતા, એક હજાર બાળકોને તો ગંભીર અસર દેખાતાં દાખલ કરાયા હતા, જ્યારે ઓગસ્ટ મહિનાના 14 દિવસમાં 2890 જેટલા બાળકો સિવિલમાં નોંધાયા છે, જે પૈકી 550 થી વધુ બાળકોને દાખલ કરીને સારવાર આપવી પડી છે.

સિવિલમાં બાળકો માટેની ઓપીડીમાં ઘસારો જોવા મળ્યો ( ફાઈલ ફોટો)
સિવિલમાં બાળકો માટેની ઓપીડીમાં ઘસારો જોવા મળ્યો ( ફાઈલ ફોટો)

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કોલેરા વકર્યો
અમદાવાદ શહેરમાં છેલ્લા સાત મહિનામાં કોલેરાના 59 જેટલા કેસો સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ કેસો શહેરના પૂર્વ વિસ્તારમાં નોંધાયા છે. કોરોનાની સાથે સાથે કોલેરા જેવા કેસો પણ નોંધાયા છે છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ કોલેરાની માહિતી છુપાવી રહી છે. આટલા મોટી સંખ્યામાં કોલેરાના કેસો નોંધાયા છતાં આરોગ્ય વિભાગે શહેરીજનોને આ બાબતથી અજાણ રાખી વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો નથી. રાજય સરકારનું આરોગ્ય વિભાગ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ પર કોઈ નિયંત્રણ કે મોનીટરીંગ ન રાખતું હોવાથી શહેરીજનોને હાલાકી ભોગવવી પડે છે.