મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:નવરાત્રિ શરૂ, BJPનાં મહિલાનેતાની વિદ્યાર્થીનીને ધમકી ને કહ્યું, હું ઇન્દ્રની અપ્સરા, મારો ધણી તારી સામે થૂંકે પણ નહીં, રેલકર્મીને 78 દિવસનું વેતન દિવાળી બોનસ

17 દિવસ પહેલા

નમસ્કાર,
આજે ગુરુવાર છે, તારીખ 7 ઓક્ટોબર, આશો સુદ-એકમ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજથી નવરાત્રિની શરૂ, માત્ર શેરી ગરબા જ રમાશે, પાર્ટી પ્લોટ, ક્લબ બંધ
2) આજે મોદીની સત્તાનાં 20 વર્ષ પૂરાં, 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા
3) PM મોદી સુરતની નવી સિવિલ અને સ્મિમેર હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટોનું લોકાર્પણ કરશે
4) આજે શાહરુખના દીકરા આર્યન ખાનની NCB કસ્ટડી પૂરી થશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) રાજકોટમાં 2 વિદ્યાર્થિનીની છેડતી કેસમાં BJPનાં મહિલા અગ્રણીની ધમકી અને કહ્યું ‘હું ઇન્દ્રની અપ્સરા, મારો ધણી તારી સામે થૂંકે પણ નહીં’
લોધિકાના નવી મેંગણીની જ્ઞાનજ્યોત સ્કૂલની બે વિદ્યાર્થિનીને પાછળથી જકડી સ્કૂલ-સંચાલક દિનેશ જોશીએ છેડતી કરી હતી. આ કેસમાં વગદાર સંચાલક સતત ચોથા દિવસે પોલીસ પકડથી દૂર છે. તેની પત્ની સીમા જોશી જિલ્લા ભાજપનાં મહિલા અગ્રણી છે. હવે પતિને બચાવવા માટે સીમા જોશી પીડિત વિદ્યાર્થિની અને શિક્ષિકાને ફોન પર બેક્ષમ ધમકી આપતી ઓડિયો-ક્લિપ વાઇરલ થઈ છે, જેમાં સીમા જોશી છાત્રાને કહે છે, હું તો ઇન્દ્રની અપ્સરા છું, મારો પતિ મને મૂકી તારી સામે જુએ કે થૂંકે પણ નહીં તેમજ વિદ્યાર્થિનીને બેફામ ગાળો પણ આપે છે.

વાંચો સમાચાર વિગતવાર

2) ગાંધીનગર મનપામાં પ્રથમ અઢી વર્ષ મેયર SC કેટેગરીના, ભરત દીક્ષિત અને હિતેષ મકવાણા પ્રબળ દાવેદાર
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપે ઐતિહાસીક જીત હાંસલ કરી કોર્પોરેશનમાં પણ ભગવો લહેરાવી દીધો છે. ત્યારે અઢી વર્ષ માટે અનુસૂચિત જાતિના ઉમેદવાર પર મેયર પદનો કળશ ઢોળાશે. મેયર પદની રેસમાં દસાડાનાં પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણા પુત્ર હિતેશ મકવાણા તેમજ વોર્ડ - 4 નાં ઉમેદવાર દીક્ષિત ભરતભાઈ શંકરભાઈને પ્રબળ દાવેદાર ગણવામા આવી રહ્યા છે.

વાંચો સમાચાર વિગતવાર

3) મુંબઈ ડ્રગ્સકાંડ બાદ ગુજરાત પોલીસ પણ એલર્ટ, નવરાત્રિમાં ડ્રગ તસ્કરીના હોટસ્પોટ એરિયામાં વોચ રખાશે
દરેક ગુજરાતીઓ આખું વર્ષ નવરાત્રિની રાહ જોતા હોય છે તેમાં છેલ્લા ઘણા સમયથી મોટા શહેરમાં એમડી ડ્રગ્સ તેમજ અન્ય નશીલા પદાર્થનું ચલણ વધી રહ્યું છે. હવે પોલીસ અને સેન્ટ્રલ એજન્સી ગુજરાતમાં ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થનું વેચાણ અને સેવન કરતા લોકો પર લાલ આંખ કરી છે. આ વખતે મુંબઈના દરિયામાં ક્રુઝ રેવ પાર્ટી બાદ હવે ગુજરાતમાં પણ ડ્રગ્સ અને એન્ટી સોશિયલ તત્વો સામે ખાસ ડ્રાઇવ અને વોચ રાખવા કેન્દ્ર અને રાજ્યની એજન્સી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જે અંગે તૈયારી કરી દેવામાં આવી છે.

વાંચો સમાચાર વિગતવાર

4) NCPના નવાબ મલિકનો દાવો, ‘ક્રૂઝ પર NCBની સાથે ભાજપનો માણસ હતો, જે મુંદ્રા ડ્રગ્સ વખતે ગાંધીનગર હતો, આર્યન પાસેથી કોઈ ડ્રગ્સ નથી મળ્યું’
નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રવક્તા તથા મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ મંત્રી નવાબ મલિકે મુંબઈ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) પર ગંભીર આરોપો મૂક્યા છે. મલિકે કહ્યું હતું કે બોલિવૂડ એક્ટર શાહરુખના દીકરા આર્યન ખાન પાસેથી કોઈ પણ ડ્રગ્સ મળ્યું નથી. ભાજપ બોલિવૂડ તથા રાજ્ય સરકારને બદનામ કરવાનો શક્ય તેટલો પ્રયાસ કરી રહ્યું છે. મલિકે સવાલ કર્યો છે કે NCBની ઓફિસમાં બે વ્યક્તિઓ મનિષ ભાનુશાલી તથા કેપી ગોસાવી હતા. આ બંને આર્યન ખાન તથા અરબાઝ મર્ચન્ટને લઈ જતાં જોવા મળ્યા હતા. મનીષ ભાનુશાલી ભાજપ સાથે જોડાયેલો છે. તેની તસવીર વડાપ્રધાન મોદી તથા ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ છે.

વાંચો સમાચાર વિગતવાર

5) તહેવારોમાં દેશમાં કોલસાની અછતને કારણે વીજકાપનો સામનો કરવો પડી શકે છે
તહેવારોની સીઝનમાં દેશમાં વીજળીની અછતનું જોખમ સર્જાઈ રહ્યું છે. કોલસાની ઉપલબ્ધતામાં મોટો ઘટાડો થવાને લીધે થર્મલ પાવર પ્લાન્ટોથી વીજળી ઉત્પાદન અટકી પડે અથવા તો ઘટી જાય તેવી સ્થિતિ સર્જાવા જઈ રહી છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ઓચિંતા જ એવા તે કયાં પરિબળો સર્જાયા કે જેને લીધે દેશમાં કોલસાનું સંકટ તોળાઈ રહ્યું છે. ભારતમાં પણ ચીનની માફક કોલસાનું સંકટ ઊભું ન થઈ જાય તેની વિશેષ કાળજી રાખવાની જરૂર છે, જેથી સામાન્ય જનજીવનને અસર ન થાય.

વાંચો સમાચાર વિગતવાર

6) તાલિબાનનેતા હક્કાનીએ મહમૂદ ગઝનવીની કબર પર પહોંચી સોમનાથ મંદિર તોડ્યું એને સફળતા ગણાવી, લોકોએ ઠેકડી ઉડાવી કહ્યું- ગઝનવીની કબર ગટર સમાન
તાલિબાની નેતા અનસ હક્કાની મંગળવારે મહમૂદ ગઝનવીની કબર પાસે પહોંચ્યો હતો. ગઝનવીએ ગુજરાતના સોમનાથ મંદિર પર ઘણી વખત હુમલો કર્યો હતો. હક્કાની નેટવર્કના તાલિબાનના નવા આંતરિક મંત્રી સિરાઝુદ્દિન હક્કાનીનો નાનો ભાઈ અનસ હક્કાનીએ ગઝનવીને એક પ્રસિદ્ધ મુસ્લિમ યોદ્ધા ગણાવ્યો. અનસ હક્કાનીએ ટ્વિટ કરીને કહ્યું કે આજે અમે 10મી શતાબ્દીના એક પ્રસિદ્ધ યોદ્ધા અને મુઝાહિદ સુલ્તાન મહમૂદ ગઝનવીની દરગાહનો પ્રવાસ કર્યો. ગઝનવીએ ગઝનીથી એક મજબૂત મુસ્લિમ શાસન સ્થાપિત કર્યું અને સોમનાથની મૂર્તિને તોડી હતી.

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) અરવિંદ ત્રિવેદીના અંતિમસંસ્કારમાં 'સીતા'-'લક્ષ્મણ' આવ્યાં, 'રામ' હાજર ના રહ્યા, PM મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી 2) અમદાવાદની સોસાયટીઓ ગરબે રમવા તૈયાર, બાળકો અને મહિલાઓ માટે અલગ ગરબા, થીમ આધારિત રોજ નવો ડ્રેસ કોડ અને પ્રાઈઝ વિતરણ 3) JEE મેઈનના રિઝલ્ટમાં સુરતનો ડંકો, બિસ્કિટના ડેપોમાં મેનેજરના દીકરાએ ઓલ ઇન્ડિયામાં 32મો રેન્ક મેળવ્યો 4) વડોદરા હાઇ પ્રોફાઇલ રેપ કેસમાં 3 દિવસના રિમાન્ડ પૂરા થતાં આરોપી રાજુ ભટ્ટને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો, 18 દિવસથી અશોક જૈનનો પત્તો નથી 5) અમદાવાદના એસ.જી હાઈવે, રાણીપ, પાલડી સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદી ઝાપટું, 3 કલાક સુધી વરસાદની નાઉકાસ્ટની આગાહી 6) જર્મનીના બેન્જામિન લિસ્ટ અને અમેરિકાના ડેવિડ મેકમિલનને કેમેસ્ટ્રીનું નોબલ પ્રાઈઝ મળ્યું 7) જળવાયુ સંકટ અંગે સંયુક્ત રાષ્ટ્રનો રિપોર્ટ આવ્યો, વધતી વસતી અને ગ્લોબલ વોર્મિંગની સ્થિતિ નહીં સુધરે તો 500 કરોડ લોકો પાણી વગર ટળવળશે 8) સરકારે રેલવે કર્મચારીઓને 78 દિવસનું વેતન દિવાળી બોનસ પેટે આપવાની જાહેરાત કરી, 11.56 લાખ કર્મચારીઓને લાભ થશે

આજનો ઈતિહાસ
વર્ષ 1950માં આજના દિવસે અમેરિકા અને બ્રિટન સરકારે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવાની જાહેરાત કરી હતી.

અને આજનો સુવિચાર
આપણે સમજીએ કે આપણે ભોગ આપીએ છીએ, પણ ખરેખર તો ભોગ આપણને ભોગવતા હોય છે.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..

અન્ય સમાચારો પણ છે...