તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોર્નિંગ બ્રીફ:રાજકોટમાં બે ભાઈ અને બહેનની માનસિક સ્થિતિ ખરાબ થતા 10 વર્ષ ઓરડીમાં પુરાઈ રહ્યાં, રાષ્ટ્રપતિ રાજકોટ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે

અમદાવાદ2 મહિનો પહેલા

નમસ્કાર!

બરોડા ડેરીની 6 બેઠક બિનહરિફ 7 બેઠક પર આજે મતદાન થશે, 29 ડિસેમ્બરે મતગણતરી યોજાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ત્રીજા તબક્કાની પરીક્ષાનો પ્રાંરભ થશે...ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

આ 5 ઘટનાઓ પર રહેશે નજર

1) ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાજકોટ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.
2) બરોડા ડેરીની 6 બેઠક બિનહરિફ 7 બેઠક પર મતદાન થશે, 29 ડિસેમ્બરે મતગણતરી યોજાશે.
3) સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ત્રીજા તબક્કાની પરીક્ષાનો પ્રાંરભ થશે.
4) વડોદરા શહેરમાં સાંજે 4 પાણીની ટાંકી અને બે બુસ્ટર વિસ્તારમાં પાણી કાપ, દોઢ લાખ નાગરિકોને પાણી નહીં મળે.
5) ધોરણ-9 થી 12ની પાંચમી એકમ કસોટી, પ્રશ્નપત્રો બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પણ મુકાશે.

હવે જોઈએ ગઈકાલના 6 ખાસ સમાચાર

1) રાજકોટમાં બે ભાઈ અને બહેનની માનસિક સ્થિતિ ખરાબ થઈ, 10 વર્ષ બાદ ઓરડીમાંથી બહાર કાઢ્યા
રાજકોટના કિસાનપરા ચોક શેરી નં.8માં સાથી સેવા ગ્રુપ દ્વારા આશરે 10 વર્ષથી એક જ ઓરડીમાં પુરાયેલા બે ભાઈ અને એક બહેનને બહાર કઢાયા છે. LLB બી.કોમ અને સાયકોલોજીનો અભ્યાસ કરી ચૂકેલા બે ભાઈ અને એક બહેનની માનસિક સ્થિતિ ખરાબ થઈ હતી. આથી પોતાની જાતને આશરે 10 વર્ષ સુધી એક ઓરડીમાં પુરી રાખ્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

2) UK અને યુરોપથી ગુજરાત આવેલા 1720 મુસાફરોના કોરોના ટેસ્ટ, 12ના રિપોર્ટ પોઝિટિવ
ભારત સરકારના દિશા નિર્દેશો મુજબ ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગે પણ યુ.કે. યુરોપના દેશોમાંથી આવેલા મુસાફરોના ટેસ્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. જેને પગલે 1720 મુસાફરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 12ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

વાંચો સમાચાર વિગતવાર

3) અંડરવર્લ્ડ ડોન દાઉદના સાથી અબ્દુલ મજીદની ગુજરાત ATSએ ધરપકડ કરી
ગુજરાત અને મહારાષ્ટ્રમાં વર્ષ 1997ના પ્રજાસત્તાક દિવસે બોમ્બ બ્લાસ્ટ કરવા પાકિસ્તાન એજન્સીના ઈશારે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ દ્વારા મોકલવામાં આવેલા વિસ્ફોટ પદાર્થના કેસમાં સંડોવાયેલા અને 24 વર્ષથી વોન્ટેડ આંતકવાદી અબ્દુલ મજીદ કુટ્ટીની ગુજરાત ATSની ટીમે ઝારખંડના જમશેદપુરથી ધરપકડ કરી છે.
વાંચો સમાચાર વિગતવાર

4) પાવી જેતપુર પાસે પશુ ભરેલી પીકઅપ ગાડીએ બાઈકને અડફેટે લેતા દંપતી સહિત 3 લોકોના મોત
છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ભાણપુરી પાસે પશુ ભરેલી બોલેરો પીકઅપ ગાડીએ બાઇકને ટક્કર મારતા બાઇક પર સવાર દંપતિ સહિત 3 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

5) ગુજરાતના 10થી વધુ સાવજો જોઈ આમિર ખાન અભિભૂત, કહ્યું- જીવનમાં તક મળે તો જરૂરથી એકવાર ગીર આવો
વિશ્વ પ્રખ્‍યાત એશિયાટિક સિંહોને નિહાળી બોલિવૂડ સુપરસ્‍ટાર આમિર ખાન અભિભૂત બની ગયા હતા. વહેલી સવારે આમિર ખાને પરિવારજનો સાથે દસથી વધુ વાહનોમાં સાસણમાં જંગલ સફારીનો લહાવો લીઘો હતો. અલગ અલગ રૂટ પર 10થી વધુ સિંહો જોયા હતા.
વાંચો સમાચાર વિગતવાર

6) ચોટીલાના ગોલીડા ગામમાં 1790ની વસ્તીમાંથી 500થી વધુ લોકોને હાથ-પગમાં 6-6 આંગળી
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના અંતરિયાળ એવા ગોલીડા ગામમાં એક આશ્ચર્યજનક યોગાનુયોગ બહાર આવ્યો છે. આ ગામની માત્ર 1790ની વસ્તી છે. જેમાંથી 500થી વધુ લોકોને હાથ અને પગમાં 6-6 આંગળીઓ મળી કુલ 20ના બદલે 24 આંગળીઓ જોવા મળે છે.
વાંચો સમાચાર વિગતવાર

આજે આ ઘટના પર રહેશે નજર
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીમાં દેશની પહેલી સંપૂર્ણ ઓટોમેટેડ ડ્રાઈવરલેસ મેટ્રોને લીલી ઝંડી આપી રવાના કરશે. 37 કિલોમીટરની મજેંટા લાઈન પર આ ટ્રેન દોડશે
-સોવેરીન ગોલ્ડ બોન્ડ (Sovereign Gold Bond) ની 9મી સિરીઝ શરૂ થશે. RBI એ સોનાનો એક ગ્રામનો ભાવ રૂપિયા 5000 નક્કી કર્યો છે.
-દેશની 100મી કિસાન રેલને PM મોદી વીડિયો કોન્ફરન્સિંગ મારફતે રવાના કરશે. આ રેલવે મહારાષ્ટ્રના સંગોલાથી પશ્ચિમ બંગાળના શાલીમાર સુધી જશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો