તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોર્નિંગ બ્રીફ:કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસનું તમામ જિલ્લામાં હલ્લાબોલ, માસ્ક નહીં તો કોવિડ સેન્ટરમાં સેવાની સજાના હાઇકોર્ટના નિર્દેશ પર સુપ્રીમનો પ્રતિબંધ

અમદાવાદ5 મહિનો પહેલા

નમસ્કાર!

આજથી ઇન્દોર-દોન્ડ સ્પેશિયલ ટ્રેન શરૂ થશે, જે સપ્તાહમાં ત્રણવાર દોડશે. જ્યારે કોરોના વકરતાં રાજકોટમાં હોટલ-રેસ્ટોરાંમાં આરોગ્ય વિભાગ ચેકિંગ હાથ ધરશે અને સુપરસ્પ્રેડરના ટેસ્ટ કરાશે. વડોદરામાં તાંદલજા પાણીની ટાંકી ખાતે નવો પંપ બનાવવાની કામગીરીને પગલે થનારા પાણીકાપની 50 હજાર લોકોને અસર થશે. ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઈએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ44,632.65+14.61
ડોલરરૂ.73.93+0.12
સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામરૂ.51,200+400

આ 5 ઘટના પર રહેશે નજર

1) પંજાબ અને હરિયાણાના ખેડૂતો દ્વારા દિલ્હીમાં થઈ રહેલા આંદોલનને ગુજરાત કોંગ્રેસનું સમર્થન, કૃષિ બિલના વિરોધમાં તમામ જિલ્લામાં ધરણાં કરશે 2) આજથી ઇન્દોર-દોન્ડ સ્પેશિયલ ટ્રેન શરૂ, સપ્તાહમાં ત્રણવાર દોડશે 3) રાજકોટમાં હોટલ-રેસ્ટોરાંમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ, સુપરસ્પ્રેડરના કોરોના ટેસ્ટ કરાશે 4) વડોદરામાં તાંદલજા પાણીની ટાંકી ખાતે નવો પંપ બનાવવાની કામગીરીને પગલે પાણીકાપ, 50 હજાર લોકોને અસર 5) તક્ષશિલા અગ્નિકાંડના મૃતકોનાં પરિવારજનો પોલીસ કમિશનર કચેરીએ ACPને મળવા જશે

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર

1) માસ્ક નહીં તો કોવિડ સેન્ટરમાં સેવાની સજાના ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ લગાવી દીધો
માસ્કને લઈને ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ લગાવી દીધો છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટે સરકારને માસ્ક ન પહેર્યું હોય તેમને કોવિડ સેન્ટરમાં સેવાની સજા કરવાનો આદેશ કર્યો હતો, જેના પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ લગાવી દીધો છે.
વાંચો સમાચાર વિગતવાર

2) પ્રજા બિચારી દંડ ભરે છે, નેતાઓ જાહેરમાં જયાફતો ઉડાવે છે, સરકાર ‘બાપડી’ બની તમાશો જોઈ રહી છે
ગુજરાતમાં બેફામ બનેલા કોરોના કહેરને અટકાવવા એકતરફ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને સરકાર અનેક પ્રકારનાં દંડનીય પગલાં ભરી રહી છે, ત્યારે બેખોફ બનેલા નેતાઓ જ હાલમાં ગુજરાતના સૌથી મોટા સુપરસ્પ્રેડર્સ તરીકે સામે આવી રહ્યા છે. બીજી તરફ, પોલીસ-તંત્ર દ્વારા સામાન્ય વ્યક્તિ 5 મિનિટ માટે પણ કોવિડ ગાઈડલાઈન્સનો ભંગ કરતી પકડાય તો દંડ વસૂલવામાં આવે છે, ત્યારે નેતાઓ પાર્ટીઓ તેમજ જાહેર કાર્યક્રમોમાં ડિસ્ટન્સિંગના લીરા ઉડાવી રહ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

3) અમદાવાદ-સુરત-રાજકોટમાં રિયાલિટી ચેક, પોલીસ સ્ટેશન-હોસ્પિટલ-ચાની કીટલી પર માસ્ક વગર બેખોફ ફરતી જનતા-પોલીસ
ગુજરાતમાં કોરોનાની ગંભીર સ્થિતિ હોવા છતાં કેટલાક નઠોર લોકોને કારણે કોરોના રાજ્યમાં ઘર કરીને બેઠો છે. આ પ્રકારની સ્થિતિઓની વચ્ચે દિવ્યભાસ્કરે અમદાવાદ, સુરત, રાજકોટમાં રિયાલિટી ચેક કર્યું હતું, જેમાં પોતે જ નિયમ તોડનાર પોલીસ, માસ્ક વગર ચાની કીટલી પર ગપ્પાં મારતી જનતા તેમજ સિવિલમાં 50થી વધુ માસ્ક વગર ઝડપાયા છે.
વાંચો સમાચાર વિગતવાર

4) ગુજરાતના ખેડૂતો ડિટેઇન થવાના ડરે દિલ્હીના આંદોલનમાં ભાગ લેવા જતા નથી, 500થી વધુ યુવા ખેડૂતોની દિલ્હી કૂચ
કેન્દ્ર સરકારના કૃષિ બિલ સામે પંજાબ અને હરિયાણાના ખેડૂતોમાં જે આક્રોશ છે એ ગુજરાના ખેડૂતોમાં કેમ જોવા મળતો નથી. ખેડૂત આગેવાનો મુજબ, ડિટેઈન થવાના અને સરકાર દ્વારા હેરાનગતિ થવાના ડરે સંગઠિત થઈને ખેડૂતો આંદોલનમાં ભાગ લેવા જતા નથી. જોકે હાલ અલગ અલગ ગ્રુપમાં ખેડૂતો દિલ્હી પહોંચી ગયા છે.
વાંચો સમાચાર વિગતવાર

5) વડોદરામાં ભાજપ કાર્યલય ખાતે મહામંત્રીના બર્થ ડે સેલિબ્રેશનમાં તમામ લોકો માસ્ક વિના આવ્યા
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી મનુભાઇ ટાવર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ભાજપના મહામંત્રી સુનીલ સોલંકીના જન્મદિનની ઉજવણી પ્રસંગે કોવિડ-19 ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન થતાં ચર્ચાનો વિષય બન્યો છે. જન્મદિવસની ઉજવણીમાં કોઈએ માસ્ક પહેર્યું નહોતું અને સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવ્યું નહોતું.
વાંચો સમાચાર વિગતવાર

સૌપ્રથમ જોઈએ, બજાર શું કહે છે
- બીએસઈનું માર્કેટ કેપ 178.24 લાખ કરોડ રૂ. રહ્યું. લગભગ 63% કંપનીઓનાં શેર વધ્યા.
3086 કંપનીના શેરોમાં ટ્રેડિંગ થયું. તેમાં 1961 કંપનીના શેર વધ્યા અને 968 કંપનીના શેર તૂટ્યા.

આજે આ ઈવેન્ટ્સ પર રહેશે નજર
-ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની ટી-20 સિરીઝ આજથી શરૂ થશે. પ્રથમ મેચ કેનબેરામાં બપોરે 1.40 વાગ્યે (ભારતીય સમયાનુસાર)થી શરૂ થશે.
-નેવી ડે નિમિત્તે મુંબઈમાં આઈએનએસ વિક્રાંતની વર્ચ્યુઅલ ટૂર શરૂ થશે. લોકો ઓનલાઈન તેની મુલાકાત લઈ શકશે.
મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની 6 સીટ માટે મતગણતરી ચાલુ. એનું પરિણામ આજે ઘોષિત થશે. આ ઉદ્ધવ ઠાકરેનો લિટમસ ટેસ્ટ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો