તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • More Vaccines Will Be Given On Sundays As The Number Of Cove Vaccinators Increases, With More Than 170 Volunteers Receiving The Vaccine In The Last 10 Days.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિન ટ્રાયલ:કોવેક્સિન લેનારાની સંખ્યા વધતાં હવે રવિવારે પણ રસી અપાશે, છેલ્લા 10 દિવસમાં 170થી વધુ વોલન્ટિયર્સે વેક્સિન લીધી

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સવારે 10થી 1ને બદલે સાંજે 5 વાગ્યા સુધી વેક્સિન અપાશે

સોલા સિવિલમાં કોવિડની ટ્રાયલ વેક્સિન ‘કોવેક્સિન’ લેવા માટે વોલન્ટિયર્સ ઉત્સાહ સાથે જોડાઈ રહ્યા છે. છેલ્લા 10 દિવસમાં 170થી વધુ લોકોએ વેક્સિન લીધી છે. વેક્સિન લેનાર વોલન્ટિયર્સની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. માગને ધ્યાનમાં રાખીને હવે રવિવારે પણ વેક્સિન આપવાની કામગીરી શરૂ કરાઇ છે, તેમજ વેક્સિન આપવાનો સમય સવારે 10થી સાંજના 5 વાગ્યા સુધીનો કરાયો છે.

કોવેક્સિન ટ્રાયલ વેક્સિન કમિટીના પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર ડો.પારુલ ભટ્ટે કહ્યું કે, હોસ્પિટલના હેલ્થકેર વર્કરની સાથે તેમના પરિવારજનો વેક્સિન મુકાવી રહ્યાં છે. છેલ્લાં 10 દિવસમાં 170થી વધુ વોલન્ટિયર્સને વેક્સિન આપી શકાઇ છે. વેક્સિન આપવાની પ્રક્રિયા શરૂ કરાઇ ત્યારે રોજના 15થી 20 વોલન્ટિયર્સને વેક્સિન અપાતી હતી. બે દિવસથી વોલન્ટિયર્સની સંખ્યા વધી છે. 30થી 40 વોલન્ટિયર્સને વેક્સિન અપાય છે. રવિવારે પણ વેક્સિન આપવાની ચાલુ રખાય તેવી વોલન્ટિયર્સની માગણી હતી, જેને આધારે આ રવિવારથી, સોમવારથી રવિવાર દરમિયાન વેક્સિન આપવાની કામગીરી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. વેક્સિન આપવાનો સમય સવારે 10થી 1ને બદલે સાંજે 5 સુધીનો કરાયો છે.

રોજના 40 વોલન્ટિયર્સ વેક્સિન મુકાવે છે
કોવેકિસન મુકાવવા માટે શહેરીજનો અને હોસ્પિટલના હેલ્થકેર વર્કર ઉત્સાહથી વેક્સિન મુકાવા આવે છે. વેક્સિન આપવાની શરૂ કર્યાના પાંચ દિવસમાં રોજના 15થી 20 વોલન્ટિયર્સને બદલે હવે છેલ્લાં બે દિવસથી વોલન્ટિયર્સની સંખ્યા બમણી થતાં રોજના 35થી 40 વોલન્ટિયર્સને વેક્સિન અપાય છે. 10 દિવસમાં 170થી વધુ વોલન્ટિયર્સને વેક્સિન મુકાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો