ઇન્કમટેક્સની કાર્યવાહી:શિવાલિક-શિલ્પ ગ્રૂપ પાસેથી વધુ રૂ.6 કરોડ રોકડા પકડાયા

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • બિલ્ડર ગ્રૂપની બે ઓફિસ ઈન્કમટેક્સ વિભાગે સીલ કરી
  • બે લોકર હજુ ખોલવાના બાકી હોવાથી વધુ રોકડ-જ્વેલરી મળી શકે છે

અમદાવાદના શિવાલિક બિલ્ડર, શિલ્પ બિલ્ડર અને શારદા એસ્ટેટની ઓફિસો અને રહેઠાણો મળીને કુલ 30 જગ્યાએ ઇન્કમટેક્સના દરોડા પડયા હતા. આ દરોડા દરમિયાન અધિકારીઓને રૂ. 10 કરોડ રોકડા, રૂ. 3 કરોડની જ્વેલરી, 20 લોકર તેમજ મોટા પ્રમાણમાં ઇ-દસ્તાવેજો મળ્યા હતા. દરોડાની કાર્યવાહી પૂર્ણ થઇ છે માત્ર બિલ્ડરની બે ઓફિસોને સીલ કરવામાં આવી છે. અધિકારીઓને મોબાઇલમાંથી ખાસ પ્રકારની એકાઉન્ટની એપ્લિકેશન મળી છે. જેને ડિકોડ કરતા તેમાં મોટા પ્રમાણમાં કરેલા બેનામી વ્યવહારો મળતા દરોડાની કાર્યવાહી પૂર્ણ કરી દેવાઈ છે.

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે શહેરના નામાંકિત શિલ્પ બિલ્ડર, શિવાલિક બિલ્ડર તેમજ શારદા એસ્ટેટના રહેઠાણ અને ઓફિસ ઉપર ગુરુવારે પાડેલા દરોડાની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. શિવાલીક ગ્રૂપના સતીશ શાહ, ચિત્રક શાહ અને તરલ શાહ તેમજ શિલ્પ ગ્રૂપના યશ અને સ્નેહલ બ્રહ્મભટ્ટ ઉપરાંત શારદા એસ્ટેટના દીપક નિમ્બાર્કની ઓફિસો અને નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત રિયલ એસ્ટેટ બ્રોકર કિરણ ઇન્દ્રવદન ઠાકર, કેતન શાહ અને મનીષ બ્રહ્મભટ્ટની ઓફિસ તથા રહેઠાણો મળીને 30 જગ્યાએ આયકર વિભાગના દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. બે લોકર અને ઓફિસ ખોલવાના બાકી હોવાથી વધુ ઘટસ્ફોટ થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...