રજૂઆત:સરકારી એન્જિનિયરિંગ કોલેજોમાં એક હજારથી વધુ બેઠકો વધારાશે, નવી બ્રાન્ચોની બેઠકો વધારવા AICTEની મંજૂરી મગાઈ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • આગામી સત્રથી નવી બેઠકો પર પ્રવેશ ફાળવવાની શક્યતા

ઔદ્યોગિક એકમોની વર્તમાન સમયની માગને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજોમાં 1300થી વધુ નવી બેઠકોનો ઉમેરો નવા શૈક્ષણિક સત્રથી કરે તેવી સંભાવના છે. હાલ આ અંગે એઆઈસીટીઈ પાસેથી મંજૂરી મગાઈ છે. ન્યૂ એજ્યુકેશન પોલિસી અને એઆઈસીટીઈની ગાઇડલાઇન પ્રમાણે નવી ઇમર્જિંગ બ્રાન્ચની બેઠકોમાં વધારો થશે.

કેન્દ્ર સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિના અમલીકરણ અંતર્ગત એઆઈસીટીઈ, નવી દિલ્હી દ્વારા નવી ઊભરતી વિદ્યાશાખાનો સમાવેશ કરાયો છે, જે અંતર્ગત ઉદ્યોગોની જરૂરિયાતને ધ્યાનમાં લઈ નવી ઊભરતી વિદ્યાશાખામાં નવા અભ્યાસક્રમો શરૂ થવાની શક્યતા ચકાસી, ભલામણ કરવાના હેતુથી સ્પેશિયલ સમિતિની રચના કરાઈ હતી, જે અંતર્ગત સરકારી ડિપ્લોમા ઇજનેરી કોલેજોમાં નવી ઊભરતી બ્રાન્ચોમાં વધારાની મંજૂરી માટેના ચક્રો ગતિમાન કરાયાં છે. સરકારી કોલેજોમાં નવી બ્રાન્ચોની બેઠકોની મંજૂરી માટે અરજી એઆઈસીટીઈમાં કરાઈ છે, જેની મંજૂરી મેના અંત સુધીમાં મળી શકે છે.

ધો.10ના પરિણામની જાહેરાત બાદ એસીપીડીસી (એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ) ડિપ્લોમાની બેઠકો પરની પ્રવેશ કાર્યવાહી હાથ ધરશે, જે અંતર્ગત સરકારી ડિપ્લોમા ઇજનેરી કોલેજોમાં પ્રવેશ માટે વધેલી બેઠકોને આવરી લેવામાં આવશે. નવી ગાઈડલાઈન પ્રમાણે આ વર્ષે નવી ઈમર્જિંગ બ્રાન્ચની બેઠકમાં વધારો થવાની શક્યતા છે.

આ બ્રાન્ચોની બેઠકોમાં વધારો થઈ શકે છે

  • ડિપ્લોમા ઇન ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી
  • રિન્યુએબલ એેન્જિનિયરિંગ
  • કમ્પ્યુટર એન્જિનિયરિંગ
  • ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી
  • ઇન્ફોર્મેશન ટેક્નોલોજી
  • ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ
  • ઓટોમેશન એન્ડ રોબોટિક્સ
  • મિકેનિકલ એન્જિનિયરિંગ
અન્ય સમાચારો પણ છે...