JEE મેઇન્સ રિઝલ્ટ જાહેર:130થી વધુ વિદ્યાર્થીને 99થી વધુ પર્સેન્ટાઇલ; ઓલ ગુજરાત લેવલ પર સુરતનો મહિત ગઢીવાલા ટોપ પર રહ્યો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • શહેરના 7 હજાર સહિત રાજ્યના 45 હજાર વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી

એનટીએ દ્વારા દેશની અગ્રણી એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટેની જેઈઈ મેઇન્સ-2022ના પરિણામની સોમવારે જાહેરાત કરાઈ છે, જેમાં ઓલ ગુજરાત લેવલ પર સુરતનો વિદ્યાર્થી મહિત ગઢીવાલા 99.9984528 પર્સેન્ટાઇલ સાથે ટોપર બન્યો છે. જ્યારે શર્વિલ પટેલ 99.9984375 પર્સન્ટાઇલ સાથે અમદાવાદનો ટોપર બન્યો હતો. અમદાવાદમાંથી આશરે 130થી વધુ વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે 99 કે તેેથી વધુ પર્સેન્ટાઇલ મેળવ્યા છે.

જેઈઈ-મેઇન્સ એનટીએ તરફથી જૂનના અંતિમ સપ્તાહમાં આયોજિત કરવામાં આવી હતી. આ પરીક્ષા કુલ 13 ભાષામાં યોજવામાં આવી હતી, જેમાં દેશભરમાંથી 8,72,432 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 7.59 લાખ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. ગુજરાતમાંથી આશરે 45 હજારથી વધુ વિદ્યાર્થીઓએ જ્યારે અમદાવાદમાંથી 7 હજાર વિદ્યાર્થીએ જેઈઈ મેઇન એક્ઝામ આપી હતી.

જેઈઈ મેઇન કોચિંગ એક્સપર્ટ રાકેશ બોથરાએ કહ્યું કે, ‘ગયા વર્ષની તુલનાએ આ વર્ષે જેઈઈ મેઇન્સમાં ઓલ ઈન્ડિયા લેવલ પર, ગુજરાત લેવલ પર તેમજ અમદાવાદ લેવલ પર જેઈઈ આપનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. સાથે જ 99 કે તેથી વધુ પર્સન્ટાઈલ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.

શર્વિલ પટેલ અમદાવાદમાં પ્રથમ ક્રમે રહ્યો

નામપર્સન્ટાઈલ
શર્વિલ પટેલ99.9984375
પ્રીતેશ મહેતા99.9891545
દેવ શાહ99.9891545
માહિર પટેલ99.9796126
સચિન ત્રિવેદી99.9752103
કુશલ શાહ99.9659142

​​​​​​​JEE મેઇન્સ-2 21થી 30 જુલાઈ વચ્ચે લેવાશે

જેઈઈ મેઇન્સ-2 તા.21થી 30 જુલાઈ વચ્ચે યોજવામાં આવનાર છે. અમદાવાદ સહિતના ગુજરાતભરના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે. જેઈઈ મેઇન્સ-1 અને જેઈઈ-2 પરીક્ષા અંતર્ગત ઓવરઓલ પરિણામના આધારે પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...