ગૃહ વિભાગના 100 દિવસમાં 27 હજારથી વધુ જગ્યાની ભરતી પ્રક્રિયા શરૂ કરવાના લક્ષ્યાંક બાદ ગુજરાત પોલીસમાં એલઆરડી (લોકરક્ષક દળ)ની 10,459 જગ્યાની ભરતી જાહેર કરી છે. આ માટે 7 નવેમ્બર સુધીમાં કુલ 9 લાખ 70 હજાર જેટલા ઉમેદવારોએ અરજી કરી છે. જોકે ઉમેદવારોને ભરતી સંબંધી કેટલાક પ્રશ્નો પણ ઉદભવી રહ્યા છે. એવામાં લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ભરતી અંગે વારંવાર પૂછાતા કેટલાક પ્રશ્નો વેબસાઈટ પર મૂકવામાં આવ્યા છે.
સરકારે ભરતીની મર્યાદામાં એક વર્ષનો વધારો કર્યો
આ ભરતી માટે હજુ 9 નવેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકાશે. લોકરક્ષક દળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212, હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે. જેમાં મહિલાઓ માટે એસઆરપી સિવાયની બંને કેટેગરીમાં મળીને 1983 જગ્યા અનામત રખાઇ છે. સરકારે તમામ ભરતીઓ માટેની મહત્તમ વય મર્યાદામાં એક વર્ષનો વધારો કરવાનો નિર્ણય લીધો હોવાથી આ ભરતી માટે મહત્તમ વય મર્યાદા 34 વર્ષ રાખી છે. ફિઝિકલ ટેસ્ટમાં પાસ થનારા ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.