પ્રવેશ પ્રકિયા:પ્રથમ વર્ષ BSCમાં આ વર્ષે આશરે 9 હજારથી વધુ બેઠકો ખાલી રહેશે, બીજા રાઉન્ડમાં 1100નું રજિસ્ટ્રેશન

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ, ગાંધીનગરની કુલ 42 કોલેજોની 14,500 બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે

ગુજરાત યુનિવર્સિટીની પ્રથમ વર્ષ બીએસસી વિદ્યાશાખામાં પ્રથમ રાઉન્ડમાં પ્રવેશથી વંચિત તેમજ સીબીએસઈ બોર્ડ, અધર બોર્ડના વિદ્યાર્થીઓ માટેની સેકન્ડ રાઉન્ડની રજિસ્ટ્રેશન કાર્યવાહી ગુરુવારે પૂર્ણ થઈ છે. જે અંતર્ગત 1100 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. બીએસસીની કુલ 14,500 બેઠકો પરની પ્રવેશ કાર્યવાહી અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં માત્ર 5345 વિદ્યાર્થીઓને સીટ એલોટમેન્ટ કરાયું છે.

ગુજરાત યુનિવર્સિટીની પ્રથમ વર્ષ બીએસસી એડમિશન કમિટીના કો ઓર્ડિનેટર ડો. હેમંત પટેલે જણાવ્યું હતું કે,‘પ્રથમ વર્ષ બીએસસી વિદ્યાશાખાની બેઠકો પરની પ્રવેશ કાર્યવાહીના ભાગરૂપે આગામી 28 જુલાઈ સુધીમાં રજિસ્ટ્રેશનની કાર્યવાહી નિર્ધારિત કરાઈ હતી. જે અંતર્ગત ધોરણ 12 સીબીએસઈ, આઈસીએસઈ તેમજ અધર બોર્ડના આશરે 1100 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

અમદાવાદ, ગાંધીનગર સહિતના વિવિધ વિસ્તારોમાં પ્રથમ વર્ષ બીએસસીની આશરે 42 કોલેજોની 14,500 બેઠકોમાં સામાન્ય રીતે અગાઉના વર્ષોમાં પ્રવેશ માટે ભારે ધસારો જોવા મળતો હતો, પરંતુ આ વર્ષે પરિસ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે. શહેરની અગ્રણી બીએસસી કોલેજોમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજ, એમજી સાયન્સ કોલેજ, ભવન્સ સાયન્સ કોલેજ, સી યુ શાહ સાયન્સ કોલેજ સહિતની કોલેજોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...