તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ ફરી કોરોનાની ઝપેટમાં:​​​​​​​નવેમ્બરની શરૂઆતથી જ કોવિડ હોસ્પિટલો હાઉસફૂલ થવાના આરે, એક અઠવાડિયામાં દર્દીઓની સંખ્યા 80 ટકાથી વધુ, એપ્રિલ-મે જેવી સ્થિતિ સર્જાઈ શકે

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શહેરની અસારવા સિવિલ, સોલા સિવિલ તેમજ એસવીપી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો
 • AMC ક્વોટામાં 10 ટકા જ્યારે ખાનગી ક્વોટામાં 25 ટકાની આસપાસ દર્દીઓની સંખ્યા વધી

શહેરમાં ધીરે-ધીરે ફરી કોરોના બેકાબૂ થઈ રહ્યો છે. અમદાવાદના લોકો જાણે કોરોના છે જ નહીં તેમ બેદરકારીપૂર્વક બજારોમાં ખરીદી તેમજ ફૂડ ઝોનમાં ભીડ જમાવીને બેઠા હોય છે. જેના કારણે હવે શહેરમાં ફરી લોકલ સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે. જેના ભાગરૂપે હાલમાં મોટાભાગની ખાનગી કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે દિવાળીના તહેવારોમાં કેસો વધવાની પણ સંભાવના જણાઈ રહી છે. હાલમાં અસારવા સિવિલ, સોલા સિવિલ તેમજ એસવીપી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધી રહ્યો છે.

ખાનગી ક્વોટામાં દર્દીઓની સંખ્યામાં 25 ટકાની આસપાસનો વધારો
શહેરમાં ગત મહિના સુધી કોરોનાથી સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો હતો. પરંતુ તહેવારો નજીક આવતા મોટાભાગના વિસ્તારોમાં લોકો બેદરકાર બની માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ વગર ફરતા નજરે ચઢી રહ્યા છે. બાપુનગર, ત્રણ દરવાજા સહિતના બજારોમાં ખરીદી કરવામાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થઈ રહ્યા છે. જેના કારણે હવે સંક્રમણનું પ્રમાણ પણ વધતું જઈ રહ્યું છે. 12 નવેમ્બર સુધી AMCની હોસ્પિટલોના એમએમસી ક્વોટામાં 408, ખાનગી ક્વોટામાં 438 જેટલા બેડ ખાલી હતા પરંતુ માત્ર 2 જ દિવસમાં એએમસી ક્વોટામાં 336, તેમજ ખાનગી ક્વોટામાં 298 બેડ ખાલી પડ્યા છે. એટલે કે બે દિવસમાં એએમસી ક્વોટામાં 10 ટકાની આસપાસ જ્યારે ખાનગી ક્વોટામાં 25 ટકાની આસપાસ દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે.

શહેરની કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા 80 ટકાની આસપાસ પહોંચી
છેલ્લા એક અઠવાડિયામાં સિવિલ હોસ્પિટલ, એસવીપી તેમજ સોલા સિવિલમાં દર્દીઓની સંખ્યા ડબલ થઈ રહી છે. અમદાવાદ હોસ્પિટલ્સ એસોસિયેશનના જણાવ્યા અનુસાર, શહેરની કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા 80 ટકાની આસપાસ પહોંચી છે. જેઓને હાલમાં સારવાર હેઠળ રખાયા છે. જ્યારે એસવીપી હોસ્પિટલમાં નવા દર્દીઓની સંખ્યામાં 40 ટકાની આસપાસ વધારો નોંધાયો છે. શહેરની સોલા સિવિલમાં નવેમ્બરની શરૂઆતમાં માત્ર 80 દર્દીઓ સારવાર હેઠળ હતા જેઓની સંખ્યા માત્ર 15 દિવસમાં 200થી વધુ થઈ ગઈ છે. આ સ્થિતિ જોતા સમગ્ર રાજ્યના એક્ટિવ કેસમાં 20 ટકાથી વધુ એક્ટિવ દર્દીઓ માત્ર અમદાવાદમાં છે.

સિવિલમાં કોરોનાના દર્દીઓમાં 60 ટકા વધારો થયો
સિવિલ હોસ્પિટલના એડિ.સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે છેલ્લાં 4 દિવસથી કોરોનાના કેસોમાં સતત વધારો થાય છે. 225ની આજુબાજુના એડમિશનને બદલે 60 ટકા વધારો થતાં અત્યારે સિવિલમાં 517 દર્દીઓ દાખલ છે. શુક્રવારની કાળી ચૌદશની રાતે અમારા હેલ્થ કેર વર્કર્સ અને ડોકટરો સતત વ્યસ્ત રહ્યાં હતાં. ઇમરજન્સીમાં આવતા કોરોના દર્દીઓ માટે ઊભા કરાયેલા ટ્રાયજ વોર્ડમાં 98 દર્દીઓ દાખલ થયા છે. મે અને જૂનમાં પણ આવી પરિસ્થિતિ ન હોતી. એક જ દિવસમાં 98 દર્દીઓ દાખલ થયાનો આંકડો કોરોનામાં પહેલીવાર આવ્યો છે.

શહેર-જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 45,124 થયો
અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 45,124 થયો છે. જ્યારે 39,861 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને મૃત્યુઆંક 1,934 થયો છે. 13 નવેમ્બરની સાંજથી 14 નવેમ્બરની સાંજ સુધીમાં શહેરમાં 198 અને જિલ્લામાં 17 નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 2 દર્દીના મોત થયા છે. તેમજ શહેરમાં 174 અને જિલ્લામાં 21 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. શહેરની હોસ્પિટલોમાથી અંદાજે 200 દર્દીને સિવિલની કોવિડ હોસ્પિટલમાં રિફર કરાયા છે. શનિવારે સવારથી બપોર સુધીમાં શહેરની અન્ય હોસ્પિટલોમાંથી 30 દર્દીને સિવિલ હોસ્પિટલમાં લવાયા છે. તેમજ ગત રવિવારથી આજ દિવસ સુધીમાં અંદાજે 240 દર્દીનો વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો