તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિવરાત્રી:શહેરનાં 10થી વધુ મોટાં શિવાલયોમાં 80 લાખથી વધુ બીલીપત્ર અર્પણ થશે

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેટલાક મંદિરોમાં શિવ-પાર્વતીના વિવાહ ઉત્સવનું પણ આયોજન કરાયું
  • નારણપુરાના કામેશ્વર મહાદેવ મંદિરમાં 4 પ્રહરની પૂજા થશે

આજે મહાશિવરાત્રિ દેવોના દેવ મહાદેવની પૂજા અર્ચના કરવાનું મહાપર્વ છે ત્યારે સમગ્ર શહેરના શિવાલયોમાં મહાશિવરાત્રીની ઉજવણીનાં વિશેષ આયોજનો કરવામાં આવ્યાં છે. નારણપુરાના કામેશ્વર મહાદેવના ટ્રસ્ટી નટુભાઈના જણાવ્યા અનુસાર સમગ્ર શહેરમાં આશરે 80 લાખથી વધારે બીલીપત્ર અપર્ણ કરવામાં આવશે. આ તમામ બીલીપત્ર પંચમહાલથી મગાવામાં આવ્યા છે.

સાથે સાથે અનેક મંદિરોની શિવકથામાં ધામધૂમથી ભગવાન શિવ અને પાર્વતીનાં વિવાહ ઉત્સવ મનાવવામાં આવશે. અંકુરના કામેશ્વર મહાદેવ મંદિરમાં 4 પ્રહરથી પૂજા કરવામાં આવશે, રખિયાલના ચકુડિયા મહાદેવમાં અખંડ ધૂન, સવામણ દૂધનો અભિષેક કરવામાં આવશે તેમ જ શિવજીને સવા લાખ બીલીપત્ર ચઢાવવામાં અર્પણ કરવામાં આવશે.

સારંગપુરમાં આવેલા પ્રાચીન કર્ણમુક્તેશ્વર મહાદેવમાં ધૂન અને મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે શહેરના શહેરનાં કામનાથ મહાદેવ, મણિકર્ણિકેશ્વર મંદિર, બિલેશ્વર મહાદેવ, સોમનાથ મહાદેવ, સોમેશ્વર મહાદેવ સહિતના મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરાશે. આ ઉપરાંત શહેરનાં નાનાંમોટાં શિવમંદિરોમાં વિશેષ આરતીનાં આયોજન કરવામાં આવ્યાં છે. મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રસાદ સ્વરૂપે કૂંડાંઓનું વિતરણ કરાશે
શિવરાત્રી નિમિત્તે વિસલપુર ખાતે આવેલી તલકચંદ પ્રાથમિક શાળા દ્વારા 2500થી વધુ કૂંડા અંકુરના કામેશ્વર મહાદેવ મંદિરમાં વિતરણ કરાશે. સ્કૂલના મંત્રી અને કામેશ્વર મહાદેવ મંદિરના પ્રમુખ ધીરેશ શાહના સહયોગથી પહેલી વાર મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રસાદ સ્વરૂપે કૂંડાંનું વિતરણ કરાશે. આ સાથે કૂંડાં લઈ જનાર તમામ લોકો પાસે કૂંડાંની જાળવણી પ્રતિજ્ઞા પણ લેવડાવાશે. પહેલી વાર મંદિર દ્વારા આ પ્રકારની પ્રસાદીના વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.

મણિનગરમાં એરિયલ યોગનું આયોજન ભરતનાટ્યમથી ભોળાનાથની સ્તુતિ કરાશે
​​​​​​​મહાશિવરાત્રી નિમિત્તે મણિનગરમાં વિશેષ એરિયલ યોગનું આયોજન કરવામાં આવ્યું છે. મણિનગરમાં જયહિંદ સ્કૂલ ચાર રસ્તા પાસે આવેલા મહેતા કોમ્પલેક્સમાં યુનિયન બેંક પર આવેલા ગુરુવારે સવારે 10થી 12 દરમિયાન એરિયલ યોગ યોજાશે. માતા, પુત્રો તેમ જ યુવતીઓ અને મહિલાઓ ભરતનાટ્યમ થકી ઓમ ધ થર્ડ આઈ યોગા ટીમ દ્વારા વિશેષ યોગ અને ભોળાનાથની સ્તુતિ પણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...