તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તબીબોનો જુસ્સો:અમદાવાદ સિવિલમાં 13 મહિનામાં 720થી વધુ હેલ્થકેર વર્કર કોરોનાથી સંક્રમિત થયા બાદ ફરી ફરજ પર જોડાયા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સિવિલ હોસ્પિટલના કોરોના યોદ્ધાઓ - Divya Bhaskar
સિવિલ હોસ્પિટલના કોરોના યોદ્ધાઓ
  • ઘણા ડૉક્ટરો તો સંક્રમિત થયા બાદ ટેલિકાઉન્સેલિંગ દ્વારા દર્દીઓને મહામારીમાં માર્ગદર્શન આપતા રહ્યાં છે.
  • સામાજિક પ્રસંગો, તહેવારો અને ઉત્સવોની ખુશી ત્યજીને દર્દીઓની સારવારને ડૉક્ટરોએ પ્રાથમિકતા આપી છે.

છેલ્લા 13 મહિના એટલે કે 400 દિવસથી પણ વધુ સમયથી કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરતા સરકારી હોસ્પિટલ્સના સિનિયર તબીબોથી લઇ રેસિડેન્ટ તબીબો, ઇન્ટર્ન તબીબો સહિતના 72૦થી વધુ હેલ્થકેર વર્કર કોરોનાથી સંક્રમિત થયા છે. કોરોનાથી સંક્રમિત થયા બાદ સાજા થઇને આ સેવાવીરોએ ઘરે ગભરાઈને બેસવાના બદલે દર્દીઓની સેવા માટે પુન:ફરજ પર હાજર થઇને કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

શ્વાસ ગુંગળાઈ જાય તેવી PPE કિટ પહેરીને સેવાઓ આપી
છેલ્લા 13 મહિનાથી શ્વાસ ગુંગળાઈ જાય તેવી PPE કિટમાં સજ્જ થઇને સિવિલના કોરોના યોદ્ધાઓ કલાકો સુધી દર્દીઓ માટે જ કામગીરી કરી રહ્યાં છે. આ પૈકીના મોટાભાગના લોકોનો ઘર-પરિવાર છે, તેમ છતાં અત્યારે ફરજનો સાદ જ તેમના માટે સર્વોચ્ચ મહત્વ ધરાવે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 19 મી માર્ચ 2021ના રોજ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી હતી. સમગ્ર ભારતભરમાં સૌથી મોટી ગણી શકાય તેવી અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝિગ્નેટેડ 1200 બેડ હોસ્પિટલને કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં 7 મી એપ્રિલે કાર્યરત કરાવવામાં આવી હતી.

સિવિલના કોરોના યોદ્ધાઓ કલાકો સુધી દર્દીઓ માટે જ કામગીરી કરી રહ્યાં છે
સિવિલના કોરોના યોદ્ધાઓ કલાકો સુધી દર્દીઓ માટે જ કામગીરી કરી રહ્યાં છે

દર્દીઓની સેવાને જ પ્રાથમિકતા આપી
સિવિલના ઘણા કોરોના યોદ્ધાઓ એવા છે કે જેઓએ દિવસ-રાત જોયા વિના, પોતાના જીવની પરવા કર્યા વિના, કોઇ સામાજિક – ધાર્મિક પ્રસંગમાં પોતાની હાજરી ટાળીને, તહેવાર-ઉત્સવની ઉજવણીનું બલિદાન કરીને ફક્ત દર્દીઓની સેવાને જ પ્રાથમિકતા આપી છે. આ તમામ હેલ્થકેર વર્કર્સે સ્વ ને ભૂલીને સમષ્ટિની ભાવના અપનાવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીનારાયણની સેવામાં પોતાને સમર્પિત કરી દીધા. આ તમામ હેલ્થકેર વર્કર્સના બલિદાન અને સેવા ભાવને ક્યારેય ભૂલી શકાય તેમ નથી.

કોરોનાના સંક્રમણથી બહાર આવ્યા, સાજા થયા કે પુન:ફરજ પર જોડાઇ પણ ગયા
કોરોનાના સંક્રમણથી બહાર આવ્યા, સાજા થયા કે પુન:ફરજ પર જોડાઇ પણ ગયા

ટેલિકાઉન્સેલિંગથી પોતાની ફરજ અદા કરતા રહ્યાં
કોરોનાથી સંક્રમિત થયા બાદ પણ સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલના તમામ હેલ્થકેર વર્કસ વિચારોથી દર્દીઓની સેવામાં જ સમર્પિત રહેતા. હોસ્પિટલમા સારવાર દરમિયાન પણ ટેલિફોનિક વાતચીત - ટેલિકાઉન્સેલિંગથી સતત પોતાની ફરજ અદા કરતા રહ્યાં હતાં. કોરોનાથી સંક્રમિત થયા બાદ સારવાર મેળવી રહેલા દર્દીઓને પોતાના અનુભવો જણાવીને પ્રોત્સાહિત કરતા રહ્યાં. એ રીતે સારવારની સાથે સાથે સકારાત્મક ઉર્જાનો સંચાર કરતા રહ્યા અને જેવા કોરોનાના સંક્રમણથી બહાર આવ્યા, સાજા થયા કે પુન:ફરજ પર વિના વિલંબે તે જ ક્ષણે જોડાઇ પણ ગયા.

તમામ હેલ્થકેર વર્કર વિચારોથી દર્દીઓની સેવામાં જ સમર્પિત રહેતા
તમામ હેલ્થકેર વર્કર વિચારોથી દર્દીઓની સેવામાં જ સમર્પિત રહેતા

નિવૃત્ત સેવાભાવી તબીબ ડૉ. રાજેશ સોલંકી
માનવસેવા માટે ઉમરનો કોઇ બાધ હોતો નથી. આવા જ વયને બાજૂએ મૂકીને જનસેવા કરનારા એક સેવાભાવી તબીબ ડૉ. રાજેશ સોલંકી છે કે જેઓએ 30 વર્ષથી વધુ સમય સિવિલ હોસ્પિટલમાં પલ્મેનોલોજી વિભાગમાં સરાહનીય સેવાઓ આપીને નિવૃત્ત થયા હતાં. નિવૃત્તિ થયા બાદ પણ જ્યારે હોસ્પિટલને તેમની જરૂર પડી તો ક્ષણભરનો વિલંબ કર્યા વિના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (OSD) તરીકે સિવિલ હોસ્પિટલની 1200 બેડ હોસ્પિટલના સેવાયજ્ઞમાં જોડાઇ ગયા. સતત એક વર્ષની સરાહનીય સેવાઓ બાદ કોરોનાની બીજી લહેરમાં તેઓ કોરોનાથી સંક્રમિત થયા. પરંતુ સારવાર દરમિયાન પણ ટેલીકાઉન્સેલિંગથી દર્દીઓની સારવાર ચાલુ જ રાખી. કોરોનાને મહાત આપી સાજા થઇ પુન: ડ્યુટી પર જોડાઇ ગયા.

નિવૃત્ત તબીબ રાજેશભાઈ કોરોનાને મહાત આપી સાજા થઇ પુન: ડ્યુટી પર જોડાઇ ગયા
નિવૃત્ત તબીબ રાજેશભાઈ કોરોનાને મહાત આપી સાજા થઇ પુન: ડ્યુટી પર જોડાઇ ગયા

ઇમરજન્સી મેડિસિન વિભાગના તબીબ ડૉ. ચિરાગ પટેલ
સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી મેડિસિન વિભાગના તબીબ ડૉ. ચિરાગ પટેલ કે જેઓ કોરોના સંક્રમણનો સૌથી સંવેદનશીલ વિસ્તાર એવા ટ્રાયેજ એરિયામાં ડ્યુટી કરતા કરતા પોતે કોરોનાથી સંક્રમિત થયા. સંક્રમણ એટલી હદ સુધી ગંભીર બન્યું કે એક ક્ષણે તો જીવવાની આશા છોડી ચૂક્યા હતા. પણ તેમના નસીબમાં દર્દીઓની વધુ સારવાર કરવાનું કદાચ લખ્યું હતું. વેન્ટિલેટર પર રહીને ટોસિલીઝુમેબ જેવા ઇન્જકેશનની સારવારથી સાજા થઇ પુન: ફરજ પર જોડાઇ ગયા. હાલ પણ એ જ સમર્પણ અને નિષ્ઠાભાવ સાથે કોરોના સંક્રમિત દર્દીઓની નિર્ભિકપણે સારવાર કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...