તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વેક્સિનેશન:મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મંદિરમાં શરૂ કરાયેલા રસીકરણ કેન્દ્રમાં દરરોજ 700થી વધુ લોકોનું વેક્સિનેશન

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્વામિનારાયણ મંદિરમાં વેક્સિ - Divya Bhaskar
સ્વામિનારાયણ મંદિરમાં વેક્સિ
  • વિશ્વના સૌથી મોટી વેક્સિનેશન અભિયાનને 108 દિવસ પૂરા થયા
  • મણિનગર સ્વામિનારાયણ મંદિર અમદાવાદના દક્ષિણ ઝોનમાં સૌથી વધુ વ્યસ્ત વેક્સિન સેન્ટર છે.

કોરોના વાયરસની બીજી લહેર સમગ્ર દેશમાં ખુબ જ ઘાતક બની રહી છે. ત્યારે હવે સરકાર મોટા પ્રમાણમાં લોકો કોરોના વેક્સિન લે તેના માટેના પ્રયાસો કરી રહી છે. અત્યાર સુધી 45થી વધુ ઉંમરના લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી રહી હતી. પરંતુ હવે 1લી મે બાદ 18 વર્ષથી ઉપરના લોકોને રસી આપવાની શરૂઆત થઈ ગઈ છે. દેશ હાલમાં કોરોના રોગચાળા સામે લડી રહ્યો છે. કોરોનાને રોકવા માટે હજી સુધી કોઈ દવા બનાવવામાં આવી નથી, તેથી રસીકરણ દ્વારા લોકોની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં આવી રહી છે. જેથી કોરોનાથી થતા ભયને ટાળી શકાય.

મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં વેક્સિનેશન
1 એપ્રિલથી શરૂ થયેલા વેક્સિનેશન કેન્દ્ર શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર અમદાવાદના દક્ષિણ ઝોનમાં સૌથી વધુ વ્યસ્ત વેક્સિન સેન્ટર છે. જ્યાં દરરોજ 700 કરતાં વધારે લોકો વેક્સિન મેળવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ આયોજનમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની પ્રેરણાથી અવિરત વહેતી સેવાકીય પ્રવૃત્તિ " માનવ સેવા એજ પ્રભુ સેવા" ઉક્તિને ચરિતાર્થ કરવા સ્તુત્ય પ્રયાસ કરી રહી છે. આ કાર્યને સફળ બનાવવા માટે પૂજનીય સંતો તથા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ હંમેશા હાજર રહી સેવા બજાવી રહ્યા છે.

સંતો અને AMCના કર્મચારીઓની સેવા
સંતો અને AMCના કર્મચારીઓની સેવા

વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનને 108 દિવસ પૂરા
1લી એપ્રિલથી શરૂ થયેલી આ સુવિધાનો લાભ લેવા મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.
વિશ્વની સૌથી મોટા રસીકરણ અભિયાનના 108 દિવસ પૂર્ણ થઈ ગયા છે. કોરોનાના રસીકરણના પાંચમા તબક્કા માટેની નોંધણી પ્રક્રિયા સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. દેશમાં કોરોના વાઇરસના વધતા જતા કેસોની તપાસ માટે રસી એક નક્કર હથિયાર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, કેન્દ્ર સરકારે 1 મેથી 18 વર્ષથી ઉપરના તમામ લોકો માટે કોરોના રસી સ્થાપિત કરવાની મંજૂરી આપી છે.

રસીકરણ માટે મંદિરમાં મોટી સંખ્યામાં લોકો આવે છે.
રસીકરણ માટે મંદિરમાં મોટી સંખ્યામાં લોકો આવે છે.

1લી મેથી રસીકરણનો ત્રીજો તબક્કો શરૂ
ભારતમાં કોરોના રસીકરણનો ત્રીજો તબક્કો 1 મે 2021 થી શરૂ થયો છે. તેની માટે નોંધણી 28 એપ્રિલથી શરૂ થઈ હતી. દેશમાં મંગળવાર સવાર સુધી કોવિડ -19 રસીના કુલ 15.89 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં ત્રીજા તબક્કામાં 1 મેથી અત્યાર સુધીમાં આ 18 થી 44 વર્ષની વય જૂથના 4,06,339 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.અને દિન પ્રતિદિન ઉત્સાહભેર વેક્સિન લેવા માટે મોટી સંખ્યામાં 18 થી 44 વર્ષની ઉંમરના લોકો ધસારો જોવા મળી રહ્યો છે.