વેક્સિનેશન:અમદાવાદ જિલ્લામાં એક જ દિવસમાં 70 હજારથી વધુને વેક્સિન

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાતે 12 વાગ્યા સુધી રસીકરણની કામગીરી

વડાપ્રધાનના નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે અમદાવાદ જિલ્લાનાં સેન્ટરો પર પહેલીવાર રાત્રિના 12 વાગ્યા સુધી કામગીરી ચાલી હતી. આ સાથે જિલ્લામાં પ્રથમવાર એક જ દિવસમાં 70 હજારથી ‌વધુ લોકોને વેક્સિન આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં એક દિવસમાં 30 હજાર વેક્સિનનો રેકોર્ડ હતો. શહેર અને જિલ્લામાં 1.50થી વધુ બીપીએલ અને અંત્યોદય રેશનકાર્ડધારકોને ઉજ્જવલા યોજનાનો લાભ મળશે.

ટાગોર હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં ગણતરીના લોકોને યોજના હેઠળ વાઉચર આપવામાં આવ્યાં હતાં. આ વાઉચરમાં લાભાર્થીને વિનામૂલ્યે સબંધિત એજન્સી પાસેથી ગેસની સગડી, સિલિન્ડર અને પાઇપ મળશે. અમદાવાદ જિલ્લા સીડીએચઓ ડો.શૈલેષ પરમારે કહ્યું કે, જિલ્લામાં જાહેર સ્થળો ઉપરાંત પીએચસી સહિતના 400 સેન્ટરો પર વેક્સિની કામગીરી થઇ હતી, જેમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 64 હજાર લોકોને કોરોનાની વેક્સિનનો પ્રથમ અને સેકન્ડ ડોઝ આપવામાં આવ્યો છે.

શુક્રવારે રાત્રિના 12 વાગ્યા સુધી એક લાખ વેક્સિનનો ટાર્ગેટ છે. જિલ્લામાં 96 ટકા લોકોને પ્રથમ ડોઝ અને બીજો ડોઝ 80 ટકા લોકોને આપવામાં આવ્યો છે. 271 ગામમડાંમાં 100 ટકા વેક્સિનની કામગીરી થઇ ગઇ છે. 100 ટકા વેક્સિનવાળા 150 ગામડાંના સરપંચોનું શુક્રવારે સન્માન કરવામાં આવ્યું હતું. બાવળા અને દેત્રોજના પીએચસી એક-એક સેન્ટરમાં પણ 100 ટકા વેક્સિનની કામગીરી પૂરી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...