અમદાવાદમાં કોરોના વકર્યો:મુંબઈથી ફરીને આવેલા 70%થી વધુને ચેપ; મ્યુનિ.એ ટ્રાવેલ હિસ્ટ્રી તપાસતાં બહાર આવેલી વિગતો

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
કેસમાં વધારો થતાં 1200 બેડ સિવિલમાં આઈસીયુના 64 બેડ સાથે 80 બેડની વ્યવસ્થા કરાઈ છે. સિવિલ અને સોલા સિવિલની ઓપીડીમાં રોજના 15થી 25 લોકો કોરોનાના લક્ષણો સાથે તપાસ માટે આવે છે. - Divya Bhaskar
કેસમાં વધારો થતાં 1200 બેડ સિવિલમાં આઈસીયુના 64 બેડ સાથે 80 બેડની વ્યવસ્થા કરાઈ છે. સિવિલ અને સોલા સિવિલની ઓપીડીમાં રોજના 15થી 25 લોકો કોરોનાના લક્ષણો સાથે તપાસ માટે આવે છે.

શહેરમાં સતત બીજા દિવસે કોરોનાના 80 કેસ નોંધાયા છે, જૂનના 11 દિવસમાં જ કોરોનાના 487 કેસ નોંધાયા છે. આ ઉપરાંત એક્ટિવ કેસની સંખ્યા પણ વધીને 324 થઈ ગઈ છે. 70 ટકાથી વધારે દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી અને તેમાં પણ ખાસ કરીને મુંબઇ ફરીને આવેલા લોકોમાં કોરોનાનું સંક્રમણ વધારે જોવા મળી રહ્યું છે.

છેલ્લા 3 દિવસથી કોરોના દૈનિક કેસ 50થી વધુ રહ્યા છે. મ્યુનિ.એ કરેલા સરવેમાં મોટાભાગના લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી ચેપ માટે જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે. શહેરમાં આજે પણ 4 દર્દી જ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 324 એક્ટિવ કેસ મુજબ જોતાં સંક્રમિતો પૈકી માંડ 1.25 ટકાએ હોસ્પિટલમાં જવું પડ્યું છે.

શનિવારે કાલુપુર રેલવે સ્ટેશને 38 અને ગીતા મંદિર એસટી સ્ટેન્ડ પર 10 આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. શુક્રવારે થયેલા ટેસ્ટમાંથી કાલુપુર ખાતેથી 2 અને ગીતા મંદિર ખાતેથી થલતેજના એક યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કાલુપુર રેલવે સ્ટેશને પોઝિટિવ આવેલા 2 પેસેન્જરમાંથી એક પેસેન્જર વડોદરાનો હતો. જ્યારે અન્ય એક પેસેન્જર જયપુરનો હતો.

મુંબઈથી ફ્લાઈટમાં આવેલામાં વધુ ચેપ
અનેક લોકો વિમાન મારફતે મુંબઇ ગયા બાદ પરત આવ્યા તે સાથે કોરોના સંક્રમિત થયા હોવાનું પણ જોવા મળ્યું છે. એટલે કે રેલવે મારફતે મુંબઇ ગયેલા સંક્રમિતોની સંખ્યા કરતાં વિમાન મારફતે આવેલા લોકોમાં સંક્રમણ વધારે હોવાનું જોવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...