કાલુપુર મંદિરના 200 વર્ષની ઉજવણી:કાલુપુર મંદિરના 200 વર્ષની ઉજવણી નિમિત્તે અડાલજ ખાતે 600થી વધુ ડ્રોન ઉડાડી ભગવાન સ્વામિનારાયણ, નરનારાયણ દેવની પ્રતિકૃતિ બનાવાઈ, 70 હજારથી વધુ લોકોએ ડ્રોન શો જોયો

અડાલજ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

કાલુપુર સ્વામિનારાયણ મંદિરના 200 વર્ષની ઉજવણીના દ્વિશતાબ્દી પર્વની ઉજવણી નિમિત્તે અડાલજ ખાતે ચાલી રહેલા ‘પર્વ’માં બુધવારે 600થી વધુ ડ્રોન ઉડાડવામાં આવ્યા હતા. ડ્રોનથી સ્વામિનારાયણ ભગવાન, નરનારાયણ દેવ અને કાલુપુર મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. 70 હજારથી વધુ ભક્તોએ ડ્રોન શો જોયો હતો.

રશિયાની કંપની દ્વારા આ ડ્રોન શો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. 5 માર્ચ સુધી ચાલનારા કાર્યક્રમમાં 10 લાખથી વધુ ભક્તો આવે તેવી શક્યતા છે. 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધીમાં આ કાર્યક્રમમાં 4.5 લાખ લોકોએ પ્રસાદનો લાભ લીધો છે. શિવરાત્રિની રજામાં અઢી લાખ ભક્તો અહીં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...