તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એગ્રેસિવ ટેસ્ટિંગ:અમદાવાદમાં કોરોનાના 600થી વધુ કેસ નોંધાતા શહેરીજનોમાં ભયનો મોહાલ, અંકુર ખાતે લોકો ટેસ્ટિંગ માટે ઉમટતા લાંબી લાઈનો લાગી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોનાનો ફફડાટ વ્યાપતા વિવિધ સ્થળે ટેસ્ટિંગ માટે લોકો જઈ રહ્યા છે - Divya Bhaskar
કોરોનાનો ફફડાટ વ્યાપતા વિવિધ સ્થળે ટેસ્ટિંગ માટે લોકો જઈ રહ્યા છે
  • 2 દિવસની રજા દરમિયાન પણ ટેસ્ટિંગ માટે ડોમ ચાલુ રાખવામાં આવશે

અમદાવાદ શહેરમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલે પણ રેકોર્ડ બ્રેક 600થી વધારે કેસ નોંધાયા હતા. જેના કારણે હવે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. લોકો ડરના કારણે કોરોના ના ટેસ્ટ કરાવવા જઈ રહ્યા છે ત્યારે અંકુર ચાર રસ્તા પાસે પણ ટેસ્ટ કરાવવા માટે લોકોની લાંબી લાઇનો લાગી હતી. સવારથી જ લોકો મોટી સંખ્યામાં ટેસ્ટ કરાવવા ઉમટ્યાં હતાં.

લોકો મોટી સંખ્યામાં કોરોના ટેસ્ટ કરાવવા પહોંચી રહ્યા છે
શહેરના અનેક વિસ્તારોમાં કોરોનાના ટેસ્ટ માટે ડોમ ઊભા કરવામાં આવ્યા હતા. જે થોડા સમય અગાઉ કેસોમાં ઘટાડો થતાં બંધ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ કેસોમાં ફરીથી ધરખમ વધારો થતાં ફરીથી ડોમ ઊભા કરવા પડ્યા છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના કેસ સૌથી વધુ જોવા મળી રહ્યા છે, જેને કારણે હવે પશ્ચિમ વિસ્તારમાં પણ કોરોના ટેસ્ટ કરાવવા લોકો પહોંચ્યા છે. સવારથી જ લોકો કોરોનાના ટેસ્ટ કરાવવા લાઈનમાં ઊભા હતા.

રોજેરોજ કોરોનાના અમદાવાદમાં રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે
રોજેરોજ કોરોનાના અમદાવાદમાં રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે

કોરોનાના ડરે લોકો ટેસ્ટિંગ માટે ઉમટ્યા
અંકુર ચાર રસ્તા પાસે આવેલ ટેસ્ટિંગ ડોમ પાસે પણ 60-70 લોકોની લાઈન લાગી હતી. કેસ વધતા લોકો ડરના કારણે ટેસ્ટ કરાવવા માટે ઉમટ્યાં હતા. શનિ-રવિની રજા અને હોળી- ધૂળેટીનો તહેવાર છે, છતાં પણ લોકો ટેસ્ટ કરવા માટે આવી રહ્યા છે. 2 દિવસની રજા દરમિયાન પણ ટેસ્ટિંગ માટે ડોમ ચાલુ રાખવામાં આવશે. જેથી 2 દિવસ દરમિયાન લોકો વધુ ટેસ્ટ કરાવે તેવી પણ શક્યતા રહેલી છે.

શહેરમાં 600થી વધુ કેસ નોંધાયા
અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે ઉત્તરોત્તર કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. શહેર અને જિલ્લામાં 600થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 613 નવા કેસ અને 507 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 1 દર્દીનું મોત થતાં મૃત્યુઆંક 2,342 પર પહોંચ્યો છે. 25 માર્ચની સાંજથી 26 માર્ચની સાંજ સુધીમાં શહેરમાં 604 અને જિલ્લામાં 9 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 498 અને જિલ્લામાં 9 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 69,548 થયો છે. જ્યારે 69,548 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

28 જગ્યાએ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા
જોધપુરના સાઉથ બોપલના સફલ પરીસર-1ના 4 મકાનોના 17 લોકો, સાઉથ બોપલની આરોહી ઈલેસિયમના 4 મકાનોના 11 લોકો અને ઝોડિયાર્ક આરીસના 2 મકાનોના 5 લોકો, વેજલપુરના વિનસ પાર્કલેન્ડના 4 મકાનોના 13 લોકો, વસ્ત્રાલની નિર્મલ રેસિડેન્સીના 30 મકાનોના 128 લોકો, વિરાટનગરની જયજગન્નાથ સોસાયટીના 8 મકાનોના 50 લોકો, ભાઈપુરા જશોદા ચોકડીના ક્રિષ્ના બંગલોઝના 13 મકાનોના 61 લોકો, ખોખરાના 4 મકાનોના 13 લોકો, નારોલના દેવ માણેક એપાર્ટમેન્ટના 50 મકાનોના 156 લોકો,વટવાની નિર્મલનગર સોસાયટીના 4 મકાનોના 15 લોકોને સામેલ કરાયા છે.

જ્યારે થલતેજના ડ્રાઈવ ઈન રોડ પરના સ્ટેટસ એપાર્ટમેન્ટના 8 મકાનોના 35 લોકો, કાવેરી સંગમ શીલજના 20 મકાનોના 80 લોકો, ટીવી ટાવર પાસેના ગાલા એટર્નિયાના 20 મકાનોના 80 લોકો, ઘાટલોડિયાના પ્રભાત ટેનામેન્ટના 8 મકાનોના 35 લોકો અને કર્મચારી નગર-1ના 19 મકાનોના 75 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં રખાયા છે.

ઉપરાંત બોડકદેવમાં ઝોડિયાર્ક એસ્ટરના 16 મકાનોના 65 લોકો અને તિર્થધામ એપાર્ટમેન્ટના 28 મકાનોના 100 લોકો, પાલડીના સુયસ એપાર્ટમેન્ટના 8 મકાનોના 29 લોકો, ન્યુ રાણીપના સહજાનંદ હોમ્સના 8 મકાનોના 18 લોકો અને વંદેમાતરમના 4 મકાનોના 22 લોકો, તેમજ વાસણાના સ્નેહલ ફ્લેટના 4 મકાનોના 14 લોકો, રાજયસ રિવાના 4 મકાનોના 13 લોકો અને આરૂષી બંગલોઝના 3 મકાનોના 11 લોકો, નવરંગપુરાના વિક્રમ એપાર્ટમેન્ટના 3 મકાનોના 10 લોકો અને ચાંદખેડામાં મોટેરાના વિઠ્ઠલ એક્ઝોટિકાના 13 મકાનોના 39 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવિષ્ઠ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો