તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સહાય:જિલ્લામાં દિવ્યાંગોને 56 લાખથી વધુની સહાયની ચૂકવણી કરાઇ

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 4500થી વધુ દિવ્યાંગ લાભાર્થીઓને લાભ અપાયો
 • અમદાવાદ જિલ્લામાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા સંચાલિત ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના અને સંત સુરદાસ યોજના હેઠળ લાભ

અમદાવાદ જિલ્લામાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા સંચાલિત ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના અને સંત સુરદાસ યોજના હેઠળ 4585 લાભાર્થીઓને રુ. 56.316 લાખથી રકમની સહાયની ચૂકવણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ યોજના અંતર્ગત દર મહિને રુ. 600ની રકમ દિવ્યાંગ લાભાર્થીના બેન્ક એકાઉન્ટમાં ડાયરેક્ટ બેનીફિટ ટ્રાન્સફર(ડીબીટી) દ્વારા સીધી જમા કરાવવામાં આવે છે.

અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં રહેતા હરેશભાઈ ઠક્કર કહે છે કે,”આ યોજનાનો લાભ મળ્યો તે પહેલા નાણાકીય જરુરીયાત માટે પરિવાર પાસે હાથ લંબાવવો પડતો હતો, પણ હવે આર્થિક મુદ્દે પરિવાર પર નિર્ભર રહેવું પડતું નથી. સરકાર આ યોજના હેઠળ નોંધાયેલા લાભાર્થીઓને 79 વર્ષની ઉંમર સુધી લાભ આપવામાં આવે છે. યોજનાના અન્ય લાભાર્થી મોહમંદ હનીફ મન્સુરીનો પણ આવો જ અનુભવ છે.

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં રહેતા મન્સુરીને પણ જીવન જરુરી ચીજવસ્તુઓ માટે પરિવાર પર આધાર રાખવો પડતો નથી. પણ હવે આ યોજનાકીય સહાયના કારણે તે સ્વમાનભેર જીવી રહ્યા છે. આરતીબહેન જણાવ્યું કે, જે વ્યક્તિમાં દિવ્યાંગતાનું પ્રમાણ 80 ટકા કે તેથી વધુ હોય અને જેમનો બીપીએલ(ગરીબી રેખા નીચે)સ્કોર 0થી 20 હોય તે આ સહાય માટે પાત્રતા ધરાવે છે.

મહત્વની બાબત એ છે કે હવે દિવ્યાંગોના લાભ અર્થે બનેલી યોજનાઓની અરજીઓ ઓનલાઈન થઈ ગઈ હોવાથી તે જરુરી દસ્તાવેજો સાથે અરજી કર્યા બાદ તે મંજૂર થયે તરત લાભ મળવાનો શરુ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો