વેચાણમાં વધારો:લાભ પાંચમ સુધી દુકાનો બંધ રહેવાની હોવાથી અમદાવાદમાં કાળી ચૌદશે એક જ દિવસમાં 50થી વધુ ટન કેકનું વેચાણ થયું

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
શહેરની મોટાભાગની કેક શોપમાં ખરીદી માટે ભારે ભીડ જોવા મળી હતી. - Divya Bhaskar
શહેરની મોટાભાગની કેક શોપમાં ખરીદી માટે ભારે ભીડ જોવા મળી હતી.
  • ઘણી કેક શોપમાં બપોર સુધીમાં સ્ટોક ખાલી થઈ ગયો, સામાન્ય દિવસો કરતાં 20થી 30 ટન વધુ કેક વેચાઈ: વેપારીઓ

કાળી ચૌદશના દિવસે શહેરમાં અંદાજે 50 ટન કેકનું વેચાણ થયું છે. સામાન્ય દિવસો કરતા 20થી 30 ટન વધારે કેકનું વેચાણ થયું હોવાનું કેક શોપના વેપારીઓએ જણાવ્યું હતું. કાળી ચૌદશે કેકનું વેચાણ વધારે થાય તે નવાઇ લાગે તેવી વાત છે પરંતુ શહેરની મોટા ભાગની કેક શોપમાં બપોર સુધીમાં કેકનું વેચાણ થઇ ગયું હતું. આટલું વેચાણ થવા પાછળનું કારણ આપતા વેપારીઓએ જણાવ્યું હતું કે, દિવાળીની ખરીદી કરવા આવતા લોકો કૂકીઝ, મીઠાઇ, ચોકલેટ સાથે કેકની પણ ખરીદી કરી લેતા હોય છે. દિવાળી પછી પાંચ દિવસ દુકાનો બંધ રહેવાની હોવાથી એડવાન્સમાં કેક ખરીદી રહ્યા છે.

દિવાળીના તહેવારોને લઇને શહેરમાં દરેક સેગ્મેન્ટમાં સારી ખરીદી નીકળી હોવાથી વેપારીઓ ખુશ છે. બીજી તરફ કાળી ચૌદશના દિવસે શહેરમાં 50 ટન જેટલી કેકનું વેચાણ થયું છે. કેક શોપના માલિક અતુલ વેકરિયાએ જણાવ્યું હતું કે, દિવાળી બાદ પાંચ દિવસ બજાર બંધ રહેતા લોકો સામટી ખરીદી કરી રહ્યાં છે. જેના કારણે શહેરમાં કાળી ચૌદશના દિવસે વધારે કેકનું વેચાણ થયું છે.

કેક બગડે નહીં અને સેલિબ્રેશન માટેનું માધ્યમ કેક ઉત્તમ હોવાથી લોકો સૌથી વધારે ખરીદી કરી રહ્યાં છે. નાના મોટા પ્રસંગોની ઉજવણી માટે હાલમાં કેકની ડિમાન્ડ વધારે છે. સામાન્ય રીતે ક્રિસમસ અથવા તો બર્થ ડે ઉપર કેક કટિંગ થતું હોય છે પરંતુ હવે તહેવારોમાં પણ કેક કટિંગ કરીને ઉજવણી કરવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

તહેવારોની ઉજવણીમાં કેક કટિંગનો ટ્રેન્ડ આવ્યો
છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે લોકો કોઇ પ્રસંગ કે તહેવારની ઉજવણી કરી શક્યા નથી, જેના કારણે લોકો આ વર્ષે દિવાળી અને નવા વર્ષની ઉજવણી ભેગા થઇને કરી રહ્યાં છે. આ પ્રસંગે કેક કટિંગ કરીને ઉજવણી કરવા માટે લોકો કેકની ખરીદી કરી રહ્યાં છે. આ ઉપરાંત દિવાળી બાદ પાંચ દિવસ બજારો બંધ રહેવાના હોવાથી લોકો સામટી ખરીદી કરતા હોવાથી બીજી વસ્તુઓ સાથે કેકની પણ ખરીદી કરી લેતા હોય છે. જેના કારણે કાળી ચૌદશના દિવસે લોકો કેકની વધારે ખરીદી કરી રહ્યા છે. - હિરેન ગાંધી, ચેરમેન જીસીસીઆઇ, ફૂડ એન્ડ ડેરી કમિટી

અન્ય સમાચારો પણ છે...