ઉત્તર ઝોનના બાપુનગર, ઈન્ડિયાકોલોની, ઠક્કરબાપાનગરમાં મ્યુનિ.અને પોલીસ મેગા ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી. જેમાં રોડ અને ફૂટપાથ પર ગેરકાયદે પાર્ક કરેલા 450થી વધુ વાહનો હટાવી 6 હજારથી વધુનો દંડ વસૂલ કર્યો હતો.
આ ઉપરાંત શહેરમાં કુબેરનગર ભાર્ગવ રોડ પર રામેશ્વર ચાર રસ્તા આસપાસ 18 મીટરના ટી.પી. રોડમાં કપાતમાં જતાં 7 જેટલા કોમર્શીયલ એકમો સહિતનાને દુર કરવામાં આવ્યા છે. સરખેજમાં પણ સાનિધ્ય બંગલોઝ સામેથી પસાર થતાં 18 મીટર ટી.પી. રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે.
બોપલમાં કમલનયન બંગલોઝ બાજુમાં પસાર થતાં 12 મીટરના ટી.પી. રોડને ખુલ્લો કરતાં 1 વાણિજ્ય શેડનું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.